🔥 TRENDING Bihar CM Nitish Kumar Announces Long‑T... Rare water spout captured on camera in... Stone-throwing on Mumbai‑Agra Highway... खानपुर पुलिस ने देशी कट्टा और कारतूस क... स्वदेशी वस्तुओं के उपयोग से आत्मनिर्भर... Taylor Swift Wins Top Honors at VMAs 2...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા એસ.ઓ.જી. દ્વારા પેરોલ જમ્પ કેદી બજરંગ બંસીલાલને હિંમતનગરમાં પકડવામાં સફળતા..
Local

સાબરકાંઠા એસ.ઓ.જી. દ્વારા પેરોલ જમ્પ કેદી બજરંગ બંસીલાલને હિંમતનગરમાં પકડવામાં સફળતા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 17 Sep 2026, 08:58 PM 👁 124
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના એસ.ઓ.જી. અને પોલીસ અધિકારીઓએ પેરોલ જમ્પ કેદી બજરંગ બંસીલાલને હિંમતનગર બસ સ્ટેશન આગળ પકડી જેલમાં સુપરત કર્યો..

સાબરકાંઠામાં-:
છેલ્લા છ વર્ષથી નાર્કોટિક્સ ગુનામાં વચગાળાના જામીન ઉપર ફરાર કેદી અને આરોપીઓને પકડવાની કામગીરી ચાલુ છે, જેમાં SOG પોલીસ એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહિલના સૂચનાનુસાર, કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી અને પેરોલ જમ્પ આરોપીઓને પકડવાની સુચના આપવામાં આવી હતી. જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.વાળા એસ.ઓ.જી.ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.યુ.ચૌધરી અને પી.એમ.ઝાલાના સહકારથી હિંમતનગર ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી..

આ દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર ગફુલભાઇ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઇ પ્રવિણભાઇને મળેલી માહિતી અનુસાર, બજરંગ બંસીલાલ, જે અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પર ફરાર થયો હતો,હિંમતનગર બસ સ્ટેશન આગળ પકડવામાં આવ્યો..

આ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ સોલંકી, પ્રકાશકુમાર, રાજેશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ, ગોપાલભાઈ અને પ્રકાશભાઈએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું અને કેદીને જેલમાં સુપરત કરવામાં આવ્યો.
📲Get App