🔥 ट्रेंडिंग ભરૂચ: જંબુસરના દહેગામ ગામે તંત્ર દ્વાર... जस्टवॉच ने उजागर किया पाँच आश्चर्यजनक... सर्पत्ता परम्परा 2 की शूटिंग शुरू, आर्... आईटी ने राकुल प्रीत सिंह, वशु भांगनानी... निटि आयोग ने उत्तर-पूर्व की स्वदेशी ज्... मणिपुर के सामान्य रसोई जड़ी‑बूटी से मि...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહીસાગર પોલીસ અધિક્ષકની કચેરીમાં 'એક દીવો આશીર્વાદનો' કાર્યક્રમથી ઉજવ્યું નરેન્દ્ર મોદીના જન્મદિવસ..
स्थानीय

મહીસાગર પોલીસ અધિક્ષકની કચેરીમાં 'એક દીવો આશીર્વાદનો' કાર્યક્રમથી ઉજવ્યું નરેન્દ્ર મોદીના જન્મદિવસ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 17 सित. 2026, 10:34 PM 👁 42
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહીસાગર જિલ્લામાં લુણાવાડા ખાતે પોલીસ અધિક્ષકની કચેરીમાં 'એક દીવો આશીર્વાદનો' કાર્યક્રમ યોજાયો, જેમાં પોલીસ પરિવારોએ નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી અને ૨૫ વર્ષની જનસેવા માટે સંકલ્પ પુનઃદોહરાવ્યો..

મહીસાગર જિલ્લાના-:
લુણાવાડા ખાતે પોલીસ અધિક્ષકની કચેરીમાં 'એક દીવો આશીર્વાદનો' કાર્યક્રમ યોજાયો.જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને તેમની ૨૫ વર્ષની અવિરત જનસેવાને સમર્પિત ‘જનસેવાથી દેશ સેવા - ૨૫ વર્ષ સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આયોજિત હતો.આ કાર્યક્રમમાં સફીન હસન પોલીસ અધિક્ષક અને સ્ટાફે કચેરીમાં ઉત્સાહપૂર્વક દીપ પ્રગટાવ્યો,અને પોલીસ પરિવારોએ મળીને વડાપ્રધાનના દીર્ઘાયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે સામૂહિક પ્રાર્થના કરી. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રસેવા અને પ્રજાલક્ષી કર્તવ્યનિષ્ઠાના સંકલ્પને દોહરાવવામાં આવ્યો..

પોલીસ અધિક્ષકની કચેરીમાં હાજર તમામ અધિકારીઓ અને સ્ટાફે દેશભક્તિ અને સેવાનિષ્ઠાની ભાવના દર્શાવી, અને મહીસાગર પોલીસ વિભાગની પ્રતિબદ્ધતાને પ્રગટાવી. કાર્યક્રમમાં ભાગ લેનારોએ જણાવ્યું કે આવી પ્રવૃત્તિઓથી જનતાની સેવા માટેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બને છે.આ પ્રકારની ઉજવણીથી મહીસાગર જિલ્લામાં પોલીસ અને જનતાની વચ્ચે સકારાત્મક સંબંધો મજબૂત થાય છે, અને સ્થાનિક સ્તરે નાગરિક સુરક્ષા અને વિકાસ માટેની પ્રતિબદ્ધતા વધુ સ્પષ્ટ થાય છે.
📲Get App