🔥 ट्रेंडिंग किशनगढ़ में पुलिस की बड़ी कार्रवाई: मो... મહુવા પ્રદેશ સહકારી ખાંડ મંડળીની ચૂંટણ... दिल्ली पुलिस ने जालसाजों के गिरोह का प... પંથોડા ગામની આંગણવાડીમાં બાળકોને પ્રોત... માંડવીના બલેઠી ગામે પર્યાવરણ સંરક્ષણ અ... युवती ने ATM से लूटे 42 लाख रुपये, पुल...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરથી શરૂ થયેલી સેવા-સંકલ્પ યાત્રા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર બાઇક રેલી, વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન..
स्थानीय

હિંમતનગરથી શરૂ થયેલી સેવા-સંકલ્પ યાત્રા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર બાઇક રેલી, વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 16 सित. 2026, 10:00 PM 👁 76
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે હિંમતનગરમાં યોજાયેલી સેવા-સંકલ્પ યાત્રામાં બાઇક રેલી, મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ, વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન સહિત અનેક પ્રવૃત્તિઓ યોજાઈ..

આજે હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા-સંકલ્પ યાત્રા શરૂ થઈ, જેમાં રાજ્ય અને સ્થાનિક સ્તરના નેતાઓ તથા નાગરિકો ભાગ લીધો.

ગુજરાત રાજ્યના મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડા, અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ અને પૂર્વ સાંસદ કિરીટ સોલંકી, તેમજ ધારાસભ્ય વિનેન્દ્રસિંહ.ડી.ઝાલા સહિત અનેક ભજપના આગેવાનો અને કાર્યકર્તાઓ બાઇક રેલીમાં જોડાયા.

યાત્રા દરમિયાન મોતીપુરા ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો.

ત્યારબાદ દેરોલમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરીને માર્ગો અને જાહેર સ્થળોનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું.

સેવા, સ્વચ્છતા અને સંસ્કારના સંકલ્પ સાથે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી, જે જનસેવાનો સાચો માર્ગ દર્શાવે છે.
📲Get App