🔥 TRENDING चलते ऑटो से कूदी छात्रा, विरोध पर चालक... அரசு ஆண்கள் மேல்நிலைப்பள்ளியில், 1993... Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરતભાઈ શ્રીમાળીને ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચામાં પ્રદેશ મંત્રીની જવાબદારી

ભરતભાઈ શ્રીમાળીને ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચામાં પ્રદેશ મંત્રીની જવાબદારી

✍️ Reporter: Pankaj Pandit 🗓 16 Sep 2026, 08:04 PM 👁 274
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભરતભાઈ શ્રીમાળીને ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચામાં પ્રદેશ મંત્રીની જવાબદારી

ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી પૂર્વ સાંસદ બાબુભાઈ કટારાના આશીર્વાદ લીધા; ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ પાઠવી શુભેચ્છાઓ



ઝાલોદ ખાતે આજરોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ સાંસદ શ્રી બાબુભાઈ કટારાના આશીર્વાદ લેવામાં આવ્યા હતા. સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચામાં પ્રદેશ મંત્રી તરીકે જવાબદારી મળવા બદલ ભરતભાઈ શ્રીમાળીને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ મયૂર પંચાલ, મહામંત્રી પાર્થ પટેલ, સંતોષ ભગોરા, નગરપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખ, કાઉન્સિલરો તેમજ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદેશ મંત્રી તરીકે જવાબદારી મળવા બદલ ભરતભાઈ શ્રીમાળીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ડો. કિરીટભાઈ સોલંકી, દાહોદ જિલ્લા પ્રભારી રાજેન્દ્રભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા તથા સાંસદ જસવંતસિંહ ભાભોર સહિત સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ભરતભાઈ શ્રીમાળીએ જણાવ્યું કે, “મળેલા વિશ્વાસને ‘રાષ્ટ્ર પ્રથમ’ અને ‘અંત્યોદય’ની ભાવના સાથે પક્ષની શિસ્ત અને કાર્યસંસ્કૃતિ મુજબ પૂર્ણ નિષ્ઠા અને સમર્પણભાવથી નિભાવવાનો સંકલ્પ કરું છું.”
📲Get App