🔥 ट्रेंडिंग लातेहार के पिंडारकोम गांव में हाथियों... વલસાડમાં કોંગ્રેસનો SIR અને વોટ ચોરી મ... उज्जैन पुलिस अधीक्षक ने घोड़े पर सवार... ગુજરાત સંસ્કૃતિ વકૃત્વ સ્પર્ધા कैलकाजी में गैंग रैप के बाद माता-पिता... उत्तर प्रदेश में इथेनॉल सप्लाई चेन के...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વહેવલ ગામમાં પર્યાવરણમૈત્રી ગણેશ પ્રતિમા: યુવાનોએ કાગળ અને ચૂનાથી બનાવેલી ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ
स्थानीय

વહેવલ ગામમાં પર્યાવરણમૈત્રી ગણેશ પ્રતિમા: યુવાનોએ કાગળ અને ચૂનાથી બનાવેલી ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 16 सित. 2026, 03:28 PM 👁 49
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વહેવલ ગામમાં પ્રકૃતિપ્રેમી યુવાનો દ્વારા કાગળ અને ચૂનાથી બનાવેલી સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા, POP દૂષણ સામે લાલબત્તી ધરીને પર્યાવરણ સંરક્ષણનું ઉદાહરણ.

વહેવલ ગામમાં ગણેશોત્સવ પર્વે પર્યાવરણ સંરક્ષણની અનોખી મિશાલ જોવા મળી. ગામના પ્રકૃતિપ્રેમી ‘જય ભવાની ગ્રુપ’ના યુવાનોએ કોઈ તૈયાર મૂર્તિ લાવવાને બદલે રદ્દી ન્યૂઝ પેપર, નકામા કાગળની લૂગદી અને ચૂનાનો કલાત્મક ઉપયોગ કરી જાતે જ શ્રીજીની આકર્ષક પ્રતિમા કંડારી. આ કાર્ય માટે ગ્રુપના સભ્યો મહિનાઓ અગાઉથી દરરોજ સમય ફાળવીને પ્રતિમા તેમજ મંડપના કુદરતી શણગારની તૈયારીઓમાં જોતરાયા હતા.

આ ઇકો-મૂર્તિનું મુખ્ય ફાયદો છે જળસ્ત્રોતોનું રક્ષણ. POP પાણીમાં મહિનાઓ સુધી ઓગળતું નથી, જ્યારે કાગળ-ચૂનાની મૂર્તિ ગણતરીના કલાકોમાં પાણીમાં ઓગળી જાય છે. વધુમાં, રાસાયણિક રંગોમાં રહેલા સીસું અને પારો જેવા ઝેરી તત્ત્વો પાણી પ્રદૂષિત કરતા નથી, જ્યારે ચૂનો કુદરતી હોવાથી જળાશયોને નુકસાન પહોંચાડતો નથી.

આ પ્રોજેક્ટથી ઘરમાં પડેલા નકામા કાગળનો રચનાત્મક ઉપયોગ કરીને યુવા પેઢીમાં પ્રકૃતિ પ્રત્યે જવાબદારી કેળવાય છે અને શૂન્ય ખર્ચે આસ્થાનું શ્રેષ્ઠ સર્જન થાય છે. વહેવલ ગામનું આ પગલું સ્થાનિક સમુદાય માટે પ્રેરણાદાયક ઉદાહરણ બની રહ્યું છે.
📲Get App