🔥 ट्रेंडिंग धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... रघुबीर यादव ने कहा, ‘पंचायत’ फ़िल्म सफ... पारिनीति चोपड़ा ने खुलासा किया माँ के... सुषांत सिंह राजपूत की बहन ने दावा किया...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલીમાં એટ્રોસિટી ખોટી ફરિયાદો પર ગુનો દાખલ, એસપી સંજય ખરાટની કડક કાર્યવાહી
स्थानीय

અમરેલીમાં એટ્રોસિટી ખોટી ફરિયાદો પર ગુનો દાખલ, એસપી સંજય ખરાટની કડક કાર્યવાહી

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 16 सित. 2026, 09:04 AM 👁 53
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લામાં એટ્રોસિટી એક્ટનો દુરુપયોગ કરીને ખોટી ફરિયાદો કરનારાઓ સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી શરૂ, ખાંભા વિસ્તારમાં 5 ખોટી ફરિયાદો સામે IPC કલમ 182, 211 હેઠળ ગુનો નોંધાયો.

અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાટ, IPS, એ કાયદાનું ચુસ્ત પાલન કરાવવા માટે પોલીસ તંત્રને સૂચના આપી છે અને હવે એટ્રોસિટી એક્ટનો દુરુપયોગ કરીને ખોટી ફરિયાદો કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસે જણાવ્યું કે, ખોટી ફરિયાદ નોંધાવતાં જ ફરિયાદ નોંધાશે, પરંતુ તપાસમાં ખોટી સાબિત થાય તો ફરિયાદ કરનાર સામે ગુનો દાખલ કરવામાં આવશે. આ માટે જિલ્લાભરમાં ખોટી ફરિયાદોની ખાસ ચકાસણી શરૂ કરવામાં આવી છે.

તાજેતરમાં ખાંભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસ દરમિયાન 5 એટ્રોસિટીની ફરિયાદો ખોટી અને પાયાવિહોણી હોવાનું સામે આવ્યું. દલડી અને મોટા બારમણ ગામના શખ્સો અને ખોટું નિવેદન આપનાર મહિલા સહિત કુલ 5 લોકો સામે IPC કલમ 182, 211 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાટે જણાવ્યું કે, કોઈપણ નિર્દોષ વ્યક્તિને ખોટી રીતે ફસાવવા માટે કાયદાનો દુરુપયોગ કરવામાં આવશે તો તે કોઈપણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં. સાચા પીડિતોને ન્યાય મળે તે માટે આ પગલું જરૂરી છે.

પોલીસે લોકોને અપીલ કરી છે કે, અફવા કે ગેરમાર્ગે દોરીને ખોટી ફરિયાદ કરવી એ કાયદેસર ગુનો છે, તેનાથી દૂર રહેવું.
📲Get App