🔥 TRENDING Breaking news - लखनऊ में श्री राम जन्म... બ્રેકિંગ ન્યૂઝ બેંકોની 2 દિવસીય હડતાલ... अवैध मदिरा के निर्माण, धारण एवं विक्रय... Search Surge for 'Brampton Theft' Capt... Last-Minute Deal Saves India from 3-Da... Indian Banks Closed Amid September 28-...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ડભોઇ થી ૨૫ વર્ષ થી અવિરત પરંપરા અંબાજી પગપાળા સંઘ નો ૨૬ વર્ષ માં મંગલ પ્રવેશ

ડભોઇ થી ૨૫ વર્ષ થી અવિરત પરંપરા અંબાજી પગપાળા સંઘ નો ૨૬ વર્ષ માં મંગલ પ્રવેશ

✍️ Reporter: Dharmendrakumar Dhobi 🗓 15 Sep 2026, 07:00 PM 👁 58
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડભોઇ થી ૨૫ વર્ષ થી અવિરત પરંપરા અંબાજી પગપાળા સંઘ નો ૨૬ માં વર્ષ માં મંગલ પ્રવેશ

ડભોઇ થી 25 વર્ષથી અવિરત પરંપરા અંબાજી પગપાળા સંધનો 26મા વર્ષમાં મંગલ પ્રવેશ !!


ડભોઇના રામટેકરી વિસ્તારના રહીશો દ્વારા દર વર્ષની પરંપરા મુજબ અંબાજી માતાના દર્શનાર્થે પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ભાદરવા સુદ પાંચમના દિવસે ડભોઇથી રવાના થયેલો આ સંઘ ભાદરવા સુદ પૂનમના દિવસે અંબાજી પહોંચી માં અંબાના દર્શન કરી ધજા અર્પણ કરશે.રામટેકરી વિસ્તારના રહીશો દ્વારા છેલ્લા 25 વર્ષથી અવિરત રીતે પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સંઘે 26મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. અંદાજે 30થી વધુ યુવાનો આ પગપાળા યાત્રામાં જોડાયા છે અને શ્રદ્ધા તથા ભક્તિભાવ સાથે અંબાજી તરફ પ્રયાણ કર્યું છે. પગપાળા સંઘનું આયોજન રાયમલ ઠાકોર, પંકજ ઠાકોર, આશાભાઈ માછી, જીતુભાઈ સહિત અન્ય સભ્યો દ્વારા કરવામાં આવ્યું છે. સંઘના સભ્યો માર્ગમાં ભક્તિભાવ સાથે યાત્રા પૂર્ણ કરી અંબાજી પહોંચી માં અંબાના દર્શન કરી ધજા અર્પણ કરી ધન્યતા અનુભવશે
📲Get App