🔥 TRENDING Police and protesters clash in Ujjain... Mandla Hostel Incident: Belt Beating o... Congress Leaders Protest at Jaipur Pol... Jaipur Businessman Accused of Demandin... Truck Crash in Nimbahera Claims Lives... कानपुर के परमट मंदिर में वीआईपी एंट्री...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાંધીનગરમાં ખાડી પૂરની કાયમી ઉકેલ માટે હાઈ-લેવલ બેઠક, પ્રિન્સિપલ સેક્રેટરીએ તાત્કાલિક રિપોર્ટની માંગણી
Local

ગાંધીનગરમાં ખાડી પૂરની કાયમી ઉકેલ માટે હાઈ-લેવલ બેઠક, પ્રિન્સિપલ સેક્રેટરીએ તાત્કાલિક રિપોર્ટની માંગણી

✍️ Reporter: Dhaval Maheta 🗓 15 Sep 2026, 11:20 AM 👁 55
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સોમવારે સાંજે ગાંધીનગરમાં ખાડી પૂરની સમસ્યાના ઉકેલ માટે પ્રિન્સિપલ સેક્રેટરી એમ. થેન્નારસને ખાડી પૂર નિવારણ સમિતિ સાથે હાઈ-લેવલ બેઠક યોજી, જેમાં સર્વે કન્સલ્ટન્સીએ LiDAR અને હાઈડ્રોલોજી સર્વે આધારિત પ્રેઝન્ટેશન રજૂ કર્યું, પરંતુ સંતુષ્ટ નહોતા.

સોમવારે સાંજે ગાંધીનગરમાં ખાડી પૂરની કાયમી ઉકેલ માટે પ્રિન્સિપલ સેક્રેટરી એમ. થેન્નારસ અને ખાડી પૂર નિવારણ સમિતિની હાઈ-લેવલ બેઠક યોજાઈ. બેઠકમાં સર્વે કન્સલ્ટન્સીએ વહેણમાં અવરોધરૂપ દબાણો, ક્ષમતા અને LiDAR (લાઈટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ) તેમજ હાઈડ્રોલોજી સર્વે આધારિત વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું.

પ્રેઝન્ટેશન છતાં, પ્રિન્સિપલ સેક્રેટરી સંતુષ્ટ નહોતા. તેમણે ગ્રાઉન્ડ રિયાલિટી સાથેનો સર્વેનો ડ્રાફ્ટ અને ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તાત્કાલિક રજૂ કરવા આદેશ કર્યો. એજન્સીએ અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરવા વધારાનો સમય માંગતા થેન્નારસને રિપોર્ટ અઠવાડિયામાં જ સુપરત કરવા આદેશ કર્યો.

આગામી સપ્તાહે આ રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી અમલીકરણ માટેની અંતિમ મંજૂરી મેળવાશે, જેથી ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ કરાયા હતા.

સિવિલ એક્સપર્ટ્સ ડૉ. પંકજ ગાંધીના મતે ‘તાપી અને દરિયાઈ ભરતીથી પણ ખાડી બેક મારે છે. એટલેકન્સલ્ટન્સીએ 50 વર્ષીય મોન્સૂન સાઇકલને ધ્યાને રાખી ગેટ સિસ્ટમ, આઉટફોલ રેગ્યુલેટર્સ અને હાઈ-કેપેસિટી પમ્પિંગ સ્ટેશનનો ડેટા પણ DPMમાં સામેલ કરવો જોઈએ.
📲Get App