🔥 TRENDING Union Minister Bhagirath Choudhary Ope... Navy Chief Urges Skyroot to Build Defe... મહીપત સિંહ ના પુત્ર પર 9 વ્યક્તિઓ દ્વા... Murli Manohar Joshi Criticises Loud Mu... Bill Gates Foundation Commits $1bn for... Health Authorities Make Acidity Medici...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાંભોઈ પોલીસ એ હિંમતનગરમાં ઈસમનું પરીવાર સાથે મિલન કરાવ્યું..
Local

ગાંભોઈ પોલીસ એ હિંમતનગરમાં ઈસમનું પરીવાર સાથે મિલન કરાવ્યું..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 15 Sep 2026, 01:36 PM 👁 91
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ઈસમને તેના પરીવાર સાથે જોડવામાં આવ્યા, હિંમતનગર અને ભીમ પોલીસ સ્ટેશનો સાથે સહયોગથી..

ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં 112 મોબાઇલ વાન દ્વારા માથાસુલીયા ગામેથી ઈસમને લાવવામાં આવ્યા. ઈસમનું નામ દિનેશસિંહ મીતુસિંહ રાવત, રહેવાસી અજીતગઢ, ભીમ, રાજસમદ તરીકે નોંધાયેલ છે. તે છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી બહાર હતો, હિંમતનગરમાં મજૂરી માટે ગયો પરંતુ કામ ન મળ્યું અને પાછો ફર્યો, ભાડુ ન હોવાથી બસ સ્ટેન્ડમાં સૂતો હતો.

પોલીસ અધિકારીઓએ ઈસમને ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં લઈ જઈને ચા, પાણી અને નાસ્તો પૂરો પાડ્યો. તેઓએ ઈસમને પરીવારના સભ્યનો મોબાઇલ નંબર પૂછ્યો, જેમાં તેણે પોતાના કાકા ગોપાલસિંહ નાથુસિંહ રાવતનો નંબર આપ્યો. કાકા સાથે ફોન પર વાત કરીને જાણ્યું કે ઈસમ છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી બહાર છે.

પછી પોલીસએ ઈસમના વાલી વારસને ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં આવવા સૂચવ્યું, પરંતુ તેઓ આવી શક્યા નહીં. ત્યારબાદ ભીમ પોલીસ સ્ટેશનના બીટ પ્રભારી લાલારામ સાથે વિડીયો કોલ કરીને ઈસમને ઘરે જવા માટે ભાડાની વ્યવસ્થા કરી. અંતમાં ઈસમને અત્રેના પોલીસ સ્ટેશનથી રવાના કરવામાં આવ્યો.

આ કામગીરીમાં એ.આર.ચૌધરી પોલીસ ઈન્સ્પેક્ટર,આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર ભરતકુમાર પરષોત્તમભાઈ, અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ચંન્દ્રેશકુમાર હિંમતલાલ ગાંભોઈ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ સહકાર આપ્યો.
📲Get App