🔥 TRENDING માંગરોળ: પરમેશ હાઈસ્કૂલના આચાર્ય અને પ... सीसीएल का मनमानी મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સ... પાટણમાં ૭ ઓક્ટોબરે ‘સેવા જ્યોતિ કળશ યા... Official Telugu Teaser of 'Slum Dog: 3... Times of India releases lyrical video...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના કડોદરા જંકશનમાં અંડરપાસની લાઇટો બંધ, ચાલકોને જોખમ
Local

સુરતના કડોદરા જંકશનમાં અંડરપાસની લાઇટો બંધ, ચાલકોને જોખમ

✍️ Reporter: Dhaval Maheta 🗓 15 Sep 2026, 01:44 PM 👁 47
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અંડરપાસમાં અડધાથી વધુ સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી રાત્રિ સમયે અંધકારમાં ગરકાવ, ચાલકોને ગંભીર ટક્કરનો જોખમ.

સુરત જિલ્લાના કડોદરા ચાર રસ્તા જંકશનમાં કરોડો રૂપિયાના જંગી ખર્ચે બનાવાયેલ અંડરપાસમાં અડધાથી વધુ સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં ધૂળ ખાઈ રહી છે, જેના કારણે રાત્રિ સમયે અંડરપાસ સંપૂર્ણ અંધકારમાં ગરકાવ થઈ જાય છે.

રાત્રિના સમયે માત્ર થોડાક લાઇટો ઝબૂકી રહી છે, જ્યારે મોટાભાગનો પટ્ટો અંધારામાં ડૂબેલો રહે છે. હાઇવે પર પૂરઝડપે દોડતાં વાહનો અચાનક આ અંધારપટમાં પ્રવેશે છે, ત્યારે ક્ષણિક અંધારાના કારણે ચાલકોનું સંતુલન બગડવાની અને આગળ જતાં વાહનો સાથે ગંભીર ટક્કર થવાની પૂરેપૂરી સંભાવના ઊભી થઈ છે.

કરોડો રૂપિયાના પ્રોજેક્ટમાં નિયમિત મેન્ટેનન્સના નામે ચાલતી લાલિયાવાડી સામે દૈનિક મુસાફરો અને સ્થાનિક રાહદારીઓમાં પ્રચંડ રોષ ફેલાયો છે. સ્થાનિક અગ્રણીઓ અને દૈનિક અવરજવર કરતા ચાલકોની માગણી છે કે નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI) તેમજ સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે તમામ બંધ સ્ટ્રીટ લાઇટો શરૂ કરી અંડરપાસમાં કાયમી રોશનીની વ્યવસ્થા સુનિશ્ચિત કરે, જેથી કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ બચી શકે.
📲Get App