🔥 TRENDING ఆదిలాబాద్: బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ... ఆదిలాబాద్: జైలు సందర్శించిన న్యాయ సేవా... शाहपुर कला में जलभराव और गंदगी पर ग्रा... સાબરકાંઠા LCB દ્વારા આઠ વર્ષ જૂનો ઘરફો... Regenta Place Golden Castle Opens in B... 136 Trekkers Stranded in Uttarakhand,...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધંધુકામાં ફરી વરસાદ: ગત રાતથી વિરામ બાદ ફરી મેઘમહેર, ક્યારેક ઝાપટાં તો ક્યારેક ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

ધંધુકામાં ફરી વરસાદ: ગત રાતથી વિરામ બાદ ફરી મેઘમહેર, ક્યારેક ઝાપટાં તો ક્યારેક ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

✍️ Reporter: ભાવિક મકવાણા 🗓 15 Sep 2026, 11:18 PM 👁 42
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ધંધુકા શહેર અને આસપાસના વિસ્તારોમાં ગત રાતથી વરસાદે વિરામ લીધો હતો. આજે ફરી સાંજ પડતાં જ મેઘરાજાનું આગમન થયું. સાંજના સમયે અચાનક વાતાવરણ બદલાયું અને વરસાદ શરૂ થતાં સમગ્ર પંથકમાં ફરી વરસાદી માહોલ છવાઈ ગયો.

ધંધુકા શહેર સહિત આસપાસના ગામડાઓમાં ક્યારેક હળવા ઝાપટાં તો ક્યારેક ધોધમાર વરસાદ પડ્યો. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.


છેલ્લા કેટલાક સમયથી વરસાદી માહોલ વચ્ચે ફરી વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં રાહત જોવા મળી રહી છે. જોકે, સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે, જેનાથી રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલી પડી શકે છે.

સાંજના સમયે ફરી શરૂ થયેલા વરસાદને કારણે ધંધુકા શહેર અને આસપાસના વિસ્તારોમાં ચોમાસાનો માહોલ વધુ ઘેરો બન્યો છે.
📲Get App