🔥 TRENDING Priyanka Gandhi Renews Demand for CEC’... Virat Kohli's Masterclass Leads India... Virat Kohli reaches 15,000 ODI runs as... Mehbooba Mufti Meets Mirwaiz Umar Afte... Kohli, Gill guide India to victory in... Congress May Face SP in First Uttar Pr...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ-બેચરાજી ફોરલેન હાઈવે પર ગંભીર અકસ્માત
ટ્રક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સેફ્ટી દીવાલ તોડી ખાડામાં ખાબક્યો

વિરમગામ-બેચરાજી ફોરલેન હાઈવે પર ગંભીર અકસ્માત ટ્રક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સેફ્ટી દીવાલ તોડી ખાડામાં ખાબક્યો

✍️ Reporter: Gilani Asikali 🗓 14 Sep 2026, 11:12 PM 👁 115
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ-બેચરાજી હાઈવે પર સીતાપુર કેનાલ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. વિરમગામ તરફથી ઘંઉનો જથ્થો ભરી બેચરાજી તરફ જઈ રહેલો એક ટ્રક ચાલકના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા માર્ગની બાજુમાં આવેલી લોખંડની સેફ્ટી દીવાલ સાથે ધડાકાભેર અથડાયો હતો.અથડામણ એટલી જોરદાર હતી કે ટ્રકે લોખંડની સેફ્ટી દીવાલ તોડી નાખી હતી અને ત્યારબાદ માર્ગની નીચે આવેલી ખાડીમાં ખાબક્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ટ્રકમાં ઘંઉનો મોટો જથ્થો ભરેલો હતો અને તે વિરમગામથી બેચરાજી તરફ જઈ રહ્યો હતો.
સીતાપુર કેનાલ નજીક પહોંચતા કોઈ કારણસર ટ્રક ચાલકનો સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જોતજોતામાં ટ્રક રસ્તાની બાજુએ ઘસી ગયો હતો અને સેફ્ટી દીવાલને તોડી નીચે ખાડીમાં પટકાયો હતો. અકસ્માતના કારણે ટ્રકમાં ભરેલા ઘંઉના જથ્થાને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્મતનો ધડાકો સાંભળતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ટ્રક ખાડીમાં ખાબકેલી જોઈ સ્થાનિકોએ સમય ગુમાવ્યા વિના બચાવ કામગીરી શરૂ કરી હતી. ટ્રકની કેબિનમાં રહેલા ડ્રાઈવરને બહાર કાઢવા માટે લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. સ્થાનિકોની તાત્કાલિક મદદના કારણે ડ્રાઈવરને સલામત રીતે ટ્રકમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટું જાનહાનિ થઈ નહોતી. જોકે, ટ્રક ખાડીમાં ખાબકતાં અકસ્માતનું દૃશ્ય જોઈ ઘટનાસ્થળે લોકોમાં ભારે ચકચાર મચી હતી. અકસ્માતની ગંભીરતા જોતા મોટી જાનહાનિ ટળી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.અકસ્મત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા અને ટ્રકને ખાડીમાંથી બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવાની જરૂરિયાત ઊભી થઈ હતી. અકસ્માત કેવી રીતે સર્જાયો અને ચાલકનો સ્ટિયરિંગ પરથી કયા કારણોસર કાબૂ છૂટ્યો તે અંગે વધુ વિગતો તપાસ બાદ સામે આવશે.સીતાપુર કેનાલ પાસે સેફ્ટી દીવાલ તૂટતાં માર્ગની સુરક્ષા અંગે પણ સ્થાનિકોમાં ચિંતા જોવા મળી હતી.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App