🔥 TRENDING Up police constable राकेश टिकैत ने ललितपुर में किसानों की... தமிழ்நாட்டில் இன்று 5 மாவட்டங்களில் கன... गुना: चार शातिर बाइक चोर गिरफ्तार, 24... श्री राम यात्रा कंपनी गिरधरपुरा कोटा द... મેગા સ્વછતા અભિયાન
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી
Local

સુરતમાં માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી

✍️ Reporter: Dhaval Maheta 🗓 14 Sep 2026, 01:44 AM 👁 40
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

13 સપ્ટેમ્બર રોજ સુરતના માંગરોળમાં આદિવાસી અધિકારોની પુષ્ટિ માટે ઉજવણી યોજાઈ, જેમાં અધિકારોની લડતને મજબૂત બનાવવા આહવાન કરવામાં આવ્યું.

સુરત જિલ્લામાં માંગરોળ તાલુકાના વાંકલ ગામે 13 સપ્ટેમ્બર રોજ વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગમાં આદિવાસી સમાજના હક અને અધિકારો માટેની લડતને વધુ મજબૂત બનાવવા આહવાન કરવામાં આવ્યું.

યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા 13 સપ્ટેમ્બર 2007 ના રોજ ન્યૂયોર્કમાં યુએન વડા મથકે મૂળ નિવાસી આદિવાસીઓના અધિકારો પર ઘોષણાપત્ર અપનાવ્યો, જેમાં 46 મુદ્દાઓનો સમાવેશ છે. આ ઘોષણાપત્રનું અમલ સંબંધિત દેશ અને રાજ્યની જવાબદારી છે.

વાંકલ ખાતેની ઉજવણીમાં માંગરોળ તાલુકા આદિવાસી હિત રક્ષક સમિતિના નેતૃત્વ હેઠળ કનુભાઈ ચૌધરીએ સ્વાગત પ્રવચન આપ્યું અને આદિવાસી અધિકાર દિવસના મુદ્દાઓ અને લક્ષ્યો વિશે વિસ્તૃત માહિતી આપી.

રૂપસિંગ ગામીતે એલેન્ડ રેવન્યુ કોડ મુજબ આ દેશના મૂળ માલિક આદિવાસીઓ છે, પરંતુ ખનીજ, જળ, જંગલ અને જમીન સહિતની સંપત્તિઓ પર તેમને હક અને અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે, એમ જણાવતા હક અને અધિકારોની લડતમાં જોડાવા માટે આહવાન કર્યો.
📲Get App