🔥 ट्रेंडिंग केंद्रीय मंत्री भगिराथ चौधरी ने गुड़ाम... नौसेना प्रमुख ने स्काईरूट को रक्षा अंत... મહીપત સિંહ ના પુત્ર પર 9 વ્યક્તિઓ દ્વા... मुरली मनोहर जोशी ने बद्रीनाथ मंदिर के... बिल गेट्स फाउंडेशन ने शिक्षा एवं स्वास... सेहत पर सख्त नियम: अब एसिडिटी की दवा क...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પાલેજ પંથકમાં ગાજવીજ સાથે વરસાદે ખુશી અને ખેડૂતોમાં આશા જાગી
मौसम

પાલેજ પંથકમાં ગાજવીજ સાથે વરસાદે ખુશી અને ખેડૂતોમાં આશા જાગી

✍️ रिपोर्टर: IRFAN MANGROLIYA 🗓 14 सित. 2026, 11:24 AM 👁 53
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાલેજ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો, એક મહિનાની રાહ પછી લોકોમાં ખુશી અને ખેડૂતોમાં સારા પાકની આશા જગાવી.

પાલેજ સહિત સમગ્ર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. એક મહિનાની લાંબી રાહ જોવડાવ્યા બાદ વરસાદે દસ્તક દેતાં લોકોમાં ખુશી અને આનંદની લાગણી જોવા મળી હતી.

વરસાદ મનમુકીને અને જોઈએ તેટલો વરસ્યો ન હતો, તેમ છતાં વરસાદ પડતાં ખેડૂતોમાં સારા વરસાદની આશા જાગી છે.

છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા અસહ્ય બફારા અને ગરમીમાં પણ નોંધપાત્ર ઘટાડો થતાં લોકોને રાહત મળી હતી. ખેતીવાડીમાં પિયત પાણી મુકવાની શરૂઆત થઈ ચૂકી હતી અને નહેરોમાં પાણી છોડવાની પણ ખેડૂતોની માંગ હતી. ખેતી માટે જ્યોતિ ગ્રામ વીજ લાઈનમાં વીજ પૂરવઠો વધારવાની પણ માંગ હતી.

વરસાદે દસ્તક દેખતા જી.ઇ.બી વાળાઓનો મહદ્અંશે ચિંતામાં ઘટાડો થયો છે.
📲Get App