🔥 TRENDING धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Khabarhub Publishes Economic Digest Sn... Aishwarya Lekshmi & Arjun Das Star in... Mithilesh Walks Out of Bigg Boss Telug... Parineeti Chopra Praises OTT and TV Ac... Raipur’s Ritesh Pal Claims Victory in...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં માર્ગ પર પડેલા ખાડાને હોમગાર્ડ જવાને બ્લોક મૂકી પુર્યો, સરાહનીય કામગીરી
Local

ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં માર્ગ પર પડેલા ખાડાને હોમગાર્ડ જવાને બ્લોક મૂકી પુર્યો, સરાહનીય કામગીરી

✍️ Reporter: Nilesh Chaudhari 🗓 14 Sep 2026, 12:52 PM 👁 31
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચના પાંચબત્તી ખાતે માર્ગ પર પડેલા એક ખાડાને કારણે અકસ્માત ન સર્જાય તે માટે હોમગાર્ડના જવાને જાતે બ્લોક મૂકીને ખાડો પુરવાની સરાહનીય કામગીરી કરી છે.

ભરૂચ શહેરમાં ફરજ બજાવતા એક હોમગાર્ડના જવાન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા પાંચબત્તી વિસ્તારમાં માર્ગ પર એક મોટો ખાડો પડી ગયો હતો. આ ખાડાના કારણે વાહનચાલકોને મુશ્કેલી ન પડે અને કોઈ અકસ્માત ન સર્જાય તે માટે હોમગાર્ડ જવાને તાત્કાલિક પગલાં લીધા હતા.

ટ્રાફિક નિયમનની સાથે સાથે સામાજિક જવાબદારી સમજીને આ જવાને રસ્તા પર પડેલા ખાડામાં બ્લોક ગોઠવીને તેને વ્યવસ્થિત રીતે પુરી દીધો હતો. જવાનની આ ત્વરિત અને પ્રશંસનીય કામગીરીને કારણે સંભવિત અકસ્માત ટળી ગયો હતો.

સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા હોમગાર્ડ જવાનની આ ઉમદા કામગીરીની ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે. પોતાની ફરજ ઉપરાંત નાગરિકોની સુરક્ષા માટે કરવામાં આવેલી આ કામગીરી અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની છે.
📲Get App