🔥 TRENDING बुढ़वा मंगल पर ठड़ेश्वरी मंदिर में लगा... मतदाताओं से सोच-समझकर वोट डालने की अपी... नीरू ढांडा ने एशियन गेम्स 2026 में जीत... Andhra Pradesh Unveils Faster Approval... Gujarat CID Investigates Three Politic... Land Rover Discovery Splits in Half Af...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિદેશમાં રોજગાર અને ઉચ્ચ અભ્યાસના માર્ગદર્શન માટે સાવરકુંડલા ખાતે સેમિનારનું આયોજન

વિદેશમાં રોજગાર અને ઉચ્ચ અભ્યાસના માર્ગદર્શન માટે સાવરકુંડલા ખાતે સેમિનારનું આયોજન

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 14 Sep 2026, 06:30 PM 👁 45
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિદેશમાં રોજગાર અને ઉચ્ચ અભ્યાસના માર્ગદર્શન માટે સાવરકુંડલા ખાતે સેમિનારનું આયોજન
અમરેલી તા. ૧૪ સપ્ટેમ્બર
જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા અમરેલી જિલ્લાના વિદેશ જવા ઈચ્છુક યુવાનોને વિદેશમાં પ્રાપ્ય રોજગાર અને ઉચ્ચ અભ્યાસની માહિતી તેમજ જરૂરી માર્ગદર્શન મળી રહે તે હેતુસર વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ ખાતેના ઓવરસીઝ ગાઇડન્સ સેલના વિષય નિષ્ણાંતો દ્વારા આ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ સેમિનાર અંતર્ગત આગામી તારીખ ૧૬/૦૯/૨૦૨૬ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે વી.ડી ઘેલાણી મહિલા આર્ટસ & કોમર્સ કોલેજ - સાવરકુંડલા ખાતે અને ત્યારબાદ તે જ દિવસે સવારના ૦૯:૩૦ કલાકે વી.ડી કાણકિયા આર્ટસ & કોમર્સ કોલેજ - સાવરકુંડલા ખાતે કાર્યક્રમ યોજાશે. વિદેશ જવા ઈચ્છુક તમામ યુવાનોને આ સેમિનારમાં ઉત્સાહભેર ભાગ લેવા માટે જિલ્લા રોજગાર કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
📲Get App