🔥 TRENDING Up police constable राकेश टिकैत ने ललितपुर में किसानों की... தமிழ்நாட்டில் இன்று 5 மாவட்டங்களில் கன... गुना: चार शातिर बाइक चोर गिरफ्तार, 24... श्री राम यात्रा कंपनी गिरधरपुरा कोटा द... મેગા સ્વછતા અભિયાન
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બાવળા પંથકમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી!

બાવળા પંથકમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી!

✍️ Reporter: ભાવિક મકવાણા 🗓 14 Sep 2026, 08:58 AM 👁 40
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બાવળા પંથકમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગત સાંજથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ રાત્રિના સમયે હળવા ઝાપટાં પડ્યા હતા. ત્યારબાદ આજે બપોરે ૧૨ વાગ્યાના અરસામાં અચાનક ધોધમાર વરસાદ શરૂ થતાં સમગ્ર પંથક પાણીથી તરબતર થઈ ગયો હતો.

વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા, ત્યારે આજે વરસેલા સારા વરસાદથી ખેડૂતોના ચહેરા પર ફરી ખુશી જોવા મળી છે. સારા વરસાદથી ખેતી માટે પણ આશાનું કિરણ જાગ્યું છે.

ધોધમાર વરસાદના પગલે સમગ્ર બાવળા પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. મેઘરાજાની મહેરથી ખેડૂતો સહિત સ્થાનિક લોકોમાં પણ રાહતની લાગણી છવાઈ છે.
📲Get App