🔥 TRENDING LPU Students Protest Against Administr... User Searches for 'deescalatetensions'... TribuneIndia.com Users Search for "Jij... Dr Shiny Devassy featured in Tribune I... Truck rams police SUV in Rewari, drive... Ahmedabad Society Dispute Leads to Pol...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બાબરાના મોટા દેવળીયા ગામમાં ઉછીના પૈસા માગતાં યુવકને લોખંડનો પાઇપ માર્યો
Crime

બાબરાના મોટા દેવળીયા ગામમાં ઉછીના પૈસા માગતાં યુવકને લોખંડનો પાઇપ માર્યો

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 14 Sep 2026, 12:52 PM 👁 42
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોટા દેવળીયા ગામમાં એક યુવકને ઉછીના પૈસા માગતાં લોખંડનો પાઇપ મારવામાં આવ્યો અને જાનથી મારવાની ધમકી આપવામાં આવી.

બાબરાના મોટા દેવળીયા ગામમાં ઉછીના પૈસા માગતાં એક યુવકને લોખંડનો પાઇપ મારવામાં આવ્યો.

ઘટનાની જાણકારી મુજબ, સંજયભાઈ રાઘવભાઈ કોચરા (ઉં.વ. ૨૫) એ સાહિલભાઈ રમેશભાઈ બગડા સામે બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવાયું છે કે સંજયભાઈના નાના ભાઈ અક્ષયે સાહિલભાઈ બગડાને એક મહિના પહેલાં રૂ. ૫,૦૦૦ હાથ-ઉછીના આપ્યા હતા, અને ગતકાલે અક્ષયે આરોપી પાસે પોતાના રૂ. ૫,૦૦૦ પરત માગતાં તેને પૈસા આપવાની ના પાડી ગાળો આપી હતી. ત્યારબાદ આરોપીએ અક્ષયના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તેના માથાના ભાગે લોખંડનો પાઇપ ઘા ઝીંકી દીધો અને જાનથી મારવાની ધમકી આપી.

બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી. આર. ડાભી વધુ તપાસ ચલાવી રહ્યા છે.
📲Get App