🔥 ट्रेंडिंग जस्टवॉच ने उजागर किया पाँच आश्चर्यजनक... सर्पत्ता परम्परा 2 की शूटिंग शुरू, आर्... आईटी ने राकुल प्रीत सिंह, वशु भांगनानी... निटि आयोग ने उत्तर-पूर्व की स्वदेशी ज्... मणिपुर के सामान्य रसोई जड़ी‑बूटी से मि... त्रिपुरा के मुख्यमंत्री ने पूर्व मुख्य...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના નાનાં વરાછા વિસ્તારમાં ચોર સ્ટીલ ગ્રીલમાં ફસાયો, સ્થાનિકોએ દંડા વડે માર્યો
स्थानीय

સુરતના નાનાં વરાછા વિસ્તારમાં ચોર સ્ટીલ ગ્રીલમાં ફસાયો, સ્થાનિકોએ દંડા વડે માર્યો

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 14 सित. 2026, 01:18 PM 👁 52
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના નાનાં વરાછા વિસ્તારમાં એક બંધ બંગલામાં ચોરીના ઈરાદે ઘૂસેલા તસ્કરને સ્ટીલની ગ્રીલમાં ફસાવીને સ્થાનિકોએ દંડા વડે માર્યો. વિડિયો વાયરલ થતાં કાપોદ્રા પોલીસએ તપાસ શરૂ કરી.

સુરતના નાનાં વરાછા વિસ્તારમાં આવેલા એક બંધ બંગલામાં ચોરીના ઈરાદે ઘૂસેલા તસ્કરની હાલત કફોડી થઈ ગઈ હતી.

ઘરની બારીની સ્ટીલની જાળીમાંથી અંદર પ્રવેશવા જતાં તે વચ્ચે જ ફસાઈ ગયો હતો. આ દરમિયાન સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને ફસાયેલા ચોરને બહાર કાઢવાને બદલે દંડા વડે મેથીપાક ચખાડ્યો હતો.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં કાપોદ્રા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસે જણાવ્યું કે ઘટના 10 દિવસ જૂની છે અને અજાણ્યા શખ્સની ઓળખ બાકી છે. વિડિયો દર્શાવે છે કે યુવક મકાનની સ્ટીલની ગ્રીલ વચ્ચે ફસાયેલો છે અને આસપાસ ભેગા થયેલા લોકો તેને ચોર સમજીને લાકડી અને દંડા વડે માર મારતા જોવા મળે છે.

હાલમાં પોલીસ તપાસમાં છે અને ઘટનાની ચોક્કસ વિગતો હજુ સુધી બહાર આવી નથી.
📲Get App