🔥 TRENDING આઇ.ટી.આઇ. અમરેલી ખાતે કાયદો અને ઊર્જા... त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS Makes History at 2026 MTV VMAs, Wi... Vidya Vox Raises Alarm: AI Steals from... Mumbai to Experience Light Rain and Th...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સંખેડા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: મુરઝાતી ખેતીને મળ્યું નવજીવન, ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ

સંખેડા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: મુરઝાતી ખેતીને મળ્યું નવજીવન, ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ

✍️ Reporter: KEYUR PATEL 🗓 13 Sep 2026, 04:00 PM 👁 41
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સંખેડા પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને ત્યારબાદ વિજળીના કડાકા-ભડાકા સાથે સાર્વત્રિક વરસાદ શરૂ થયો હતો. આ વરસાદને પગલે સમગ્ર પંથકમાં લાંબા સમયથી ગરમી અને ઉકળાટથી પરેશાન લોકોને ઠંડક મળતાં વાતાવરણમાં આહલાદક પલટો આવ્યો છે.

સંખેડા:સંખેડા પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને ત્યારબાદ વિજળીના કડાકા-ભડાકા સાથે સાર્વત્રિક વરસાદ શરૂ થયો હતો. આ વરસાદને પગલે સમગ્ર પંથકમાં લાંબા સમયથી ગરમી અને ઉકળાટથી પરેશાન લોકોને ઠંડક મળતાં વાતાવરણમાં આહલાદક પલટો આવ્યો છે.પાકને મળ્યું સંજીવની સમાન દાનછેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાવાના કારણે સંખેડા પંથકના ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. કપાસ, ડાંગર, તુવેર અને સોયાબીન જેવા મહત્વના પાકો પાણી વિના મુરઝાઈ રહ્યા હતા. ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા હતા કે ક્યારે મેઘરાજા મહેરબાન થાય. તેવામાં આજે વરસેલા અમૃત સમાન વરસાદે મુરઝાતી ખેતીને નવજીવન આપ્યું છે. કૃષિ નિષ્ણાંતોના મતે આ વરસાદ અત્યારે પાક માટે 'સોના સમાન' સાબિત થશે.ખેડૂતોમાં આનંદની હેલીધરતીપુત્રોના ચહેરા પર ફરી એકવાર રોનક પરત ફરી છે. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે, "જો હજુ બે-ચાર દિવસ વરસાદ ન પડ્યો હોત તો અમારો આખો પાક નિષ્ફળ જવાની ભીતિ હતી. પરંતુ કુદરતે અમારી સાંભળી લીધી છે. આ વરસાદથી અમારો પાક બચી જશે અને ઉત્પાદન પણ સારું મળશે."વરસાદ પડતાં જ ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો ખેતરો તરફ દોડી ગયા હતા અને જોશભેર કૃષિ કામગીરીમાં જોતરાઈ ગયા હતા. લાંબા સમય પછી નદી-નાળા અને ચેકડેમોમાં નવા પાણીની આવક થતાં ગ્રામજનોમાં ઉત્સાહ બેવડાયો છે.
📲Get App