🔥 TRENDING Bollywood Stars Shine at Global Fashio... BollywoodHungama Releases 337 Photos o... Bollywood Hungama Unveils 10 New Photo... Microdramas Shine at FICCI FRAMES, Mar... Film Bodies Protest 570% BMC Tax Hike,... Swara Bhasker Calls Backlash Over Padm...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડોદરામાં જૈન પર્યુષણ પર્વના પાંચમ દિવસે મહાવીર જન્મ મહોત્સવની શાનદાર ઉજવણી
Religion

વડોદરામાં જૈન પર્યુષણ પર્વના પાંચમ દિવસે મહાવીર જન્મ મહોત્સવની શાનદાર ઉજવણી

✍️ Reporter: Kuntalkumar Chokshi 🗓 13 Sep 2026, 09:12 PM 👁 257
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરાના ઝાબક ભવનમાં શ્રી ખરતરગચ્છ જૈન સંઘના ઉપક્રમે પર્યુષણ પર્વના પાંચમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સાધ્વીજી ભગવંતોના મુખેથી મહાવીર સ્વામીના જન્મનું વર્ણન સાંભળીને ધન્યતા અનુભવી.

આજે વડોદરાના આજવા રોડ પર સ્થિત ઝાબક ભવનમાં શ્રી ખરતરગચ્છ જૈન સંઘના ઉપક્રમે પર્યુષણ પર્વના મંગલકારી પાંચમ દિવસની ઉજવણી યોજાઈ હતી. સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં ખૂબ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી અને પુણ્યશાળીઓએ પધારેલી હતી. આ પ્રસંગે ૨૪માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ સમયનું અલૌકિક વર્ણન પૂજ્ય સાધ્વીજી ભગવંતના મુખેથી સાંભળીને શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા અને પ્રભુના જન્મ મહોત્સવની શાનદાર ઉજવણી કરી હતી.

આ પ્રસંગે અંશુ ગૌરવ રાખેચાજી (જૈન) ની તપસ્યાની ખૂબ ખૂબ અનુમોદના કરવામાં આવી છે. તેમની આજે છમી ઉપવાસની કઠિન અને મહાન તપસ્યા ગતિમાન છે અને આગળ પણ તપસ્યા વધારવાના ભાવ છે. આ તપસ્યા તેમના આત્મબળ, સંયમ, શ્રદ્ધા અને દૃઢ સંકલ્પનું સુંદર ઉદાહરણ છે.

આવી કઠિન તપસ્યા દ્વારા આત્મશુદ્ધિ, કર્મનિર્જરા અને આધ્યાત્મિક ઉન્નતિની મંગલ ભાવના પૂર્ણ થાય એવી પ્રાર્થના કરવામાં આવી છે. પરમ પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતોની પાવન પ્રેરણા અને આશીર્વાદથી અંશુજીના તપસ્યાના ભાવ સતત દૃઢ રહે અને તેઓ તેમના તપના માર્ગ પર આ જ રીતે આગળ વધતા રહે એવી મંગલ ભાવનાઓ સાથે તેમની તપસ્યાની અનુમોદના કરવામાં આવી છે. ધર્મલાભ હો, કર્મનિર્જરા હો અને આત્મકલ્યાણ હો.
📲Get App