🔥 TRENDING मथुरा में नकली कोल्ड ड्रिंक का भंडाफोड... 10 of 19 Indian Services Sub‑Sectors R... Lawyer Tukaram Mundhe Updates Shah Ruk... Indian Entrepreneur Urvashi Demands Rs... Urvashi Rautela Faces ₹7,000‑Crore AI... Sparsh Shrivastava says Govinda, Salma...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પોષણયુક્ત સ્થાનિક આહાર અંગેની જાગૃતિ સાથે અમરેલી ઘટક-૧ની આંગણવાડીઓમાં પોષણ માસની ઉજવણી

પોષણયુક્ત સ્થાનિક આહાર અંગેની જાગૃતિ સાથે અમરેલી ઘટક-૧ની આંગણવાડીઓમાં પોષણ માસની ઉજવણી

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 12 Sep 2026, 09:20 AM 👁 50
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પોષણયુક્ત સ્થાનિક આહાર અંગેની જાગૃતિ સાથે અમરેલી ઘટક-૧ની આંગણવાડીઓમાં પોષણ માસની ઉજવણી


અમરેલી, તા. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬
રાષ્ટ્રીય પોષણ માસ-૨૦૨૬ની ઉજવણી અંતર્ગત અમરેલી ઘટક-૧ની આંગણવાડી કેન્દ્રોમાં પોષણ અને સ્વસ્થ જીવનશૈલી અંગે જનજાગૃતિ કેળવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારશ્રીની સૂચના અનુસાર તા. ૦૯ સપ્ટેમ્બરથી તા. ૦૮ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન યોજાનાર પોષણ માસનો મુખ્ય હેતુ કુપોષણ નિવારણ સાથે બાળકો, મહિલાઓ અને કિશોરીઓમાં પોષણ અંગે જાગૃતિ વધારવાનો છે.

આંગણવાડી કેન્દ્રોમાં યોજાયેલા કાર્યક્રમોમાં મુખ્ય સેવિકા બહેનો દ્વારા ટી.એચ.આર. (ટેક હોમ રેશન)ના પેકેટના યોગ્ય ઉપયોગ અને તેનાથી મળતા પોષણલક્ષી લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને પોષણ તથા આરોગ્ય અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન જોખમી સગર્ભા મહિલાઓની ઓળખ કરી આરોગ્ય વિભાગ સાથે સંકલન સાધી તેમને યોગ્ય સારવાર અને સેવાઓ મળી રહે તે માટે જરૂરી પ્રયાસો કરવામાં આવ્યા હતા.

પોષણ માસની થીમ અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં દાળ અને કઠોળની રંગોળી સ્પર્ધા પણ યોજાઈ હતી. આ પ્રવૃત્તિ દ્વારા સગર્ભા, ધાત્રી માતા, કિશોરીઓ અને બાળકોને દાળ, કઠોળ, દૂધ, દહીં, વગેરે જેવા પ્રોટીનયુક્ત સ્થાનિક ખાદ્યપદાર્થો રોજિંદા આહારમાં સામેલ કરવા અંગે સમજ આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં પુરુષો અને પિતાઓની સહભાગિતા સુનિશ્ચિત કરી પરિવારના પોષણમાં પુરુષોની ભૂમિકા અંગે પણ જાગૃતિ લાવવામાં આવી હતી. સ્થાનિક સ્તરે ઉપલબ્ધ પોષણયુક્ત ખાદ્યપદાર્થો અંગે સત્રો યોજી સંતુલિત આહાર અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરણા આપવામાં આવી હતી.

અમરેલી ઘટક-૧ હેઠળની વિવિધ આંગણવાડીઓમાં યોજાયેલા આ કાર્યક્રમોમાં આશરે ૩૬૭ લાભાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કાર્યકર બહેનો, મુખ્ય સેવિકાઓ સહિત ICDS અમરેલી-૧ ઘટકનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહી કામગીરીમાં સહભાગી બન્યો હતો.

પોષણ માસ અંતર્ગત યોજાતી આવી પ્રવૃત્તિઓના માધ્યમથી મહિલાઓ અને બાળકોને પોષણયુક્ત આહાર અંગે જાગૃત કરવા તેમજ પોષણ સંબંધિત સરકારી યોજનાઓમાં સમુદાયની ભાગીદારી વધારવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
📲Get App