देश
લુણાવાડા માં બપોર બાદ વરસાદી ઝાપટા
ઘણા લાંબા સમયના વિરામ બાદ લુણાવાડામાં આજરોજ બપોર બાદ વરસાદી ઝાપટા વરસતા વાતાવરણ માં પરિવર્તન આવ્યું હતું. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક હતી અને ઘણા લાંબા સમયથી રાહ જોતા ખેડૂતો અને તેમના સુકાઈ રહેલા પાકોને થોડાક અંશે જીવત દાન મળ્યું હોય એવું લાગી રહ્યું છે દુષ્કાળના ભય હેઠળ પોતાની નજર સામે પોતાના મહામૂલા પાક ને સૂકાતો જોઈ ચિંતાતુર થયેલા ખેડૂતોને આ વરસાદને કારણે નવી આશાઓ જાગી છે