🔥 TRENDING धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખેડબ્રહ્મા શહેરમાં ગણપતિ ઉત્સવ માટે પોલીસ-વહીવટી શાંતિ સમિતિની બેઠક..
Local

ખેડબ્રહ્મા શહેરમાં ગણપતિ ઉત્સવ માટે પોલીસ-વહીવટી શાંતિ સમિતિની બેઠક..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 12 Sep 2026, 02:32 PM 👁 49
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં ગણપતિ ચતુર્થી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે માર્ગદર્શિકા અને નિયમો જાહેર કરવામાં આવ્યા..

ખેડબ્રહ્મા શહેરમાં આવતા ગણપતિ ચતુર્થી તહેવારને ધ્યાનમાં રાખીને, પોલીસ ઇન્સ્પેક્ટર હદાતની અધ્યક્ષતામાં પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. આ બેઠકનો મુખ્ય હેતુ તહેવાર દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવવી તેમજ વિવિધ ધર્મો વચ્ચે ભાઈચારો અને કોમ્યુનિટી એકતા સુનિશ્ચિત કરવો હતો..

બેઠકમાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના અધિકારીઓ,શહેરના વિવિધ ગણેશ પંડાળોના અગ્રણીઓ,સામાજિક કાર્યકર્તાઓ અને નગરના પ્રતિનિધિઓ હાજર રહ્યા.બધા પક્ષોએ તહેવારની સુરક્ષા માટે સહકાર આપવાની પ્રતિજ્ઞા વ્યક્ત કરી..

પોલીસ અધિકારીઓએ ગણપતિ ઉત્સવ આયોજકો અને નાગરિકોને વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન અને નિયમો વિશે વિગતવાર જાણકારી આપી. ખાસ કરીને મૂર્તિ સ્થાપના અને વિસર્જન દરમિયાન શાંતિ જાળવવી, ટ્રાફિક વ્યવસ્થા સુગમ રાખવી અને જનસામાન્યને સુરક્ષિત રાખવા માટેની સૂચનાઓ પર ભાર મૂકાયો..

બેઠકનું અંતિમ ઉદ્દેશ શહેરમાં ધાર્મિક સહનશીલતા અને કોમ્યુનિટી એકતા જાળવવું, તેમજ તહેવાર દરમ્યાન કોઈપણ પ્રકારની અશાંતિ અથવા અવરોધને ટાળવું હતું.
📲Get App