🔥 TRENDING Breaking news - लखनऊ में श्री राम जन्म... બ્રેકિંગ ન્યૂઝ બેંકોની 2 દિવસીય હડતાલ... अवैध मदिरा के निर्माण, धारण एवं विक्रय... Search Surge for 'Brampton Theft' Capt... Last-Minute Deal Saves India from 3-Da... Indian Banks Closed Amid September 28-...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લઘુત્તમ મજૂરી દર, કલ્યાણ ફંડ અને આંદોલનની મંજૂરી માગી: ગારિયાધારમાં મંદી અને મોંઘવારીના માર વચ્ચે રત્નકલાકારો આકરા પાણીએ

લઘુત્તમ મજૂરી દર, કલ્યાણ ફંડ અને આંદોલનની મંજૂરી માગી: ગારિયાધારમાં મંદી અને મોંઘવારીના માર વચ્ચે રત્નકલાકારો આકરા પાણીએ

✍️ Reporter: Makvana Jaydip 🗓 13 Sep 2026, 01:03 AM 👁 45
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વૈશ્વિક મંદી અને વધતી જતી મોંઘવારીના કારણે ગારીયાધાર શહેર અને તાલુકાના રત્નકલાકારોની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે.

આ કફોડી સ્થિતિમાંથી ઉગારવા અને રત્નકલાકારોના આર્થિક-સામાજિક પ્રશ્નો ઉકેલવા યોગ્ય નીતિ-નિયમો બનાવવાની માંગ સાથે રત્નકલાકારોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે.

આવેદનમાં હીરા ઘસવાના જોબ વર્ક રેટમાં વધારો કરી ચોક્કસ લઘુત્તમ મજૂરી દર નક્કી કરવા, અકસ્માત કે અકાળે મૃત્યુના કિસ્સામાં પરિવાર માટે "રત્નકલાકાર કલ્યાણ ફંડ"ની રચના કરવા, બાળકો માટે શિક્ષણ સહાય-શિષ્યવૃત્તિ આપવા, આરોગ્ય માટે આયુષ્યમાન ભારત કાર્ડ અંતર્ગત વિનામૂલ્યે વીમા કવચ પૂરું પાડવા અને મંદીના સમયે બેરોજગારી ભથ્થું ચૂકવવા ન્યાયી માંગણીઓ કરવામાં આવી છે.

100 જેટલા કારખાનાના 2000 કારીગરો સંકટમાં ગારિયાધારના અંદાજિત 100 જેટલા નાના-મોટા કારખાનામાં 1500 થી 2000 જેટલા રત્નકલાકારો રોજીરોટી મેળવે છે. રત્નકલાકારો મજૂરી ભાવ વધારવા એકઠા થયા હતા અને પોલીસ સ્ટેશને રેલી તેમજ આંદોલન કરવા મંજૂરી માંગી હતી.

મામલતદાર કચેરીએ આવેદન આપી શોષણ અટકાવવા અને ત્વરિત સહાય આપવા માંગ કરી હતી.
📲Get App