🔥 ट्रेंडिंग ભરૂચ: જંબુસરના દહેગામ ગામે તંત્ર દ્વાર... जस्टवॉच ने उजागर किया पाँच आश्चर्यजनक... सर्पत्ता परम्परा 2 की शूटिंग शुरू, आर्... आईटी ने राकुल प्रीत सिंह, वशु भांगनानी... निटि आयोग ने उत्तर-पूर्व की स्वदेशी ज्... मणिपुर के सामान्य रसोई जड़ी‑बूटी से मि...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મનપામાં નાણાકીય પારદર્શિતા વધારવા ઓડિટ નીતિમાં સુધારો
स्थानीय

મનપામાં નાણાકીય પારદર્શિતા વધારવા ઓડિટ નીતિમાં સુધારો

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 12 सित. 2026, 11:28 AM 👁 36
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મનપાની સ્થાયી સમિતિએ 2027થી અમલમાં આવનાર નવી ઓડિટ નીતિ જાહેર કરી, જેમાં 5 કરોડથી વધુ કામો માટે રનિંગ બિલોનું પ્રી-ઓડિટ ફરજિયાત થશે.

પાલિકામાં નાણાકીય પારદર્શિતા વધારી કામોમાં થતી ગેરરીતિ રોકવા ઓડિટ પોલિસીમાં સુધારો કરાયો છે.

મનપામાં વર્ષે 2800થી 3000 કરોડનાં બિલો મંજૂર થતા હોય છે, જેમાંથી 1500 કરોડના રનિંગ બિલો ઓડિટ વગર જ પાસ થઈ જતા હતા. આ ગંભીર બાબત ધ્યાને આવતા સ્થાયી સમિતિની બેઠકમાં સામાન્ય સભાના 2020ના ઠરાવમાં સુધારો કરી નવી નીતિ જાહેર કરી છે, જે 1 જાન્યુઆરી, 2027થી અમલી બનશે.

સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે કહ્યું કે, નવી નીતિ મુજબ 2 લાખથી 5 કરોડ સુધીનાં કામો માટે આ પદ્ધતિ યથાવત રહેશે, કારણ કે તેની મુદત ઓછી હોવાથી રનિંગ બિલોની સંખ્યા મર્યાદિત છે. પરંતુ 5 કરોડથી મોટા કામોમાં હવે તમામ રનિંગ બિલોનું પણ પ્રી-ઓડિટ ફરજિયાત કરાશે. મોટા પ્રોજેક્ટ્સ લાંબો સમય ચાલતા હોવાથી પ્રોગ્રેસ મુજબ સંખ્યાબંધ રનિંગ બિલો મૂકાય છે.

નાનું બિલ મંજૂર કરાવી પાછળથી કરોડોનાં બિલ મુકાતા મનપામાં મોટા કોન્ટ્રાક્ટરો અને ઝોનના સાઇટ સુપરવાઇઝરો કે ઇજનેરો વચ્ચે ચાલતા ‘સેટિંગ’ પર આ નિર્ણયથી હવે પૂર્ણવિરામ મુકાશે. અત્યાર સુધી ઇજારદારો પ્રથમ બિલ ખૂબ નાની રકમનું રજૂ કરી ઓડિટ કરાવી લેતા હતા અને ત્યારબાદ ફાઇનલ બિલ આવે ત્યાં સુધી વચ્ચેના કરોડો રૂપિયાના રનિંગ બિલોમાં કામગીરીમાં ધાંધિયા હોવા છતાં અધિકારીઓની મિલીભગતથી ચુકવણું મેળવી લેતા હતા. હવે તમામ રનિંગ બિલોનું પ્રી-ઓડિટ થવાથી આ ગોરખધંધા પર બ્રેક લાગી જશે. સાથે જ રનિંગ બિલો પર સહી કરનારા જુનિયર, આસિસ્ટન્ટ કે ડેપ્યુટી ઇજનેરોની પણ ઓડિટ દરમિયાન સીધી જવાબદારી નક્કી થશે.
📲Get App