🔥 TRENDING चलते ऑटो से कूदी छात्रा, विरोध पर चालक... அரசு ஆண்கள் மேல்நிலைப்பள்ளியில், 1993... Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
*સમીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના: ૬-૭ માસની બાળકી તરછોડાયેલી હાલતમાં મળી.*

*સમીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના: ૬-૭ માસની બાળકી તરછોડાયેલી હાલતમાં મળી.*

✍️ Reporter: Atul Thakor 🗓 12 Sep 2026, 01:22 PM 👁 320
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બ્રેકિંગ ન્યુઝ

*સમીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના: ૬-૭ માસની બાળકી તરછોડાયેલી હાલતમાં મળી.*

સમી તાલુકાના કઠીવાડા નજીક આવેલી એક બંધ જિનિંગ ફેક્ટરીના કમ્પાઉન્ડમાંથી આશરે ૬-૭ માસની એક માસૂમ બાળકી તરછોડાયેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાએ માનવતાને શર્મસાર કરી દીધી છે અને અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે.

કઠીવાડા બસસ્ટેન્ડથી સમી તરફ જતા માર્ગ પર આવેલી એક બંધ હાલતમાં રહેલી કપાસની જિનિંગ ફેક્ટરીના દરવાજાના અંદરના ભાગે બાળકી બિનવારસી હાલતમાં મળી આવી હતી.

સ્થાનિક લોકોના ટોળા ઘટનાસ્થળે એકત્ર થયા હતા અને બાળકીની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન બાળકીના વાલી-વારસ અંગે કોઈ માહિતી મળી ન હતી.

સમગ્ર ઘટનાની જાણ થતાં જ સમી પોલીસ સ્ટેશનની પીસીઆર-૧૧૨ જનરક્ષક વાનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ૧૧૨ ઇન્ચાર્જ કાંતિભાઈ ઓખાભાઈ, ડબલ્યુપીસી ભાવનાબેન હરિભાઈ, જીએચજી પ્રકાશ જે. પરમાર તથા ૧૧૨ પાયલોટ સિપાઈ અબ્બાસની ટીમે માનવતા દાખવી બાળકીને પોતાની રેખરેખ હેઠળ લીધી હતી. બાળકીની નાજુક તબિયતને ધ્યાનમાં રાખીને, પ્રાથમિક સારવાર બાદ, તેને સમી પોલીસની મદદથી સરકારી પીસીઆર મારફતે પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ ઘટનાના પગલે બાળકીને આ રીતે નિર્જન સ્થળે તરછોડનાર કોણ અને શા માટે તે મુખ્ય પ્રશ્ન બની રહ્યો છે. હાલ પોલીસ દ્વારા બાળકીના વાલી-વારસની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાની સઘન તપાસ કરીને સત્ય બહાર લાવવા માટેના પ્રયત્નો ચાલુ છે. બાળકીને સમયસર સારવાર મળી રહે તે માટે ૧૧૨ ટીમની કામગીરી પ્રશંસનીય રહી હતી.
📲Get App