🔥 TRENDING चलते ऑटो से कूदी छात्रा, विरोध पर चालक... அரசு ஆண்கள் மேல்நிலைப்பள்ளியில், 1993... Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લાલપુર તાલુકા ના મોટી વેરાવળ ગ્રામ પંચાયતની કડક કાર્યવાહી: જામનગર ટ્રાન્સમિશન લિમિટેડ ને તાત્કાલિક કામગીરી અટકાવવા નોટિસ

લાલપુર તાલુકા ના મોટી વેરાવળ ગ્રામ પંચાયતની કડક કાર્યવાહી: જામનગર ટ્રાન્સમિશન લિમિટેડ ને તાત્કાલિક કામગીરી અટકાવવા નોટિસ

✍️ Reporter: Rahul Khara 🗓 12 Sep 2026, 05:02 PM 👁 53
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લાલપુર તાલુકાના મોટી વેરાવળ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ગૌચર જમીનમાં પૂર્વ મંજૂરી વિના કરવામાં આવી રહેલી કામગીરી સામે ગ્રામ પંચાયતે લાલ આંખ કરી છે. પંચાયત દ્વારા જામનગર ટ્રાન્સમિશન લિમિટેડ ને તાત્કાલિક અસરથી કામગીરી અટકાવવા અને મંજૂરીના કાગળો રજૂ કરવા અંગે આકરી નોટિસ ફટકારવામાં આવી છે.
​મળતી માહિતી મુજબ, મોટી વેરાવળ ગામના ગૌચર સર્વે નંબર ૯૭૫ ની અનામત સાર્વજનિક જમીનમાં કંપની દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વગર ગેરકાયદેસર રીતે ચાર જેટલા મોટા અને ઊંડા ખાડાઓનું ખોદકામ કરવામાં આવ્યું છે. સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી મોટી વેરાવળ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી રજૂઆતને ધ્યાને લઈ સરપંચશ્રી દ્વારા આ કડક સરકારી નોટિસ જારી કરવામાં આવી છે.
ગૌચરની આ જમીન ગામના માલધારીઓના પશુઓના ચરિયાણ માટે ઉપયોગી છે. ચોમાસાની ઋતુ દરમિયાન આ પ્રકારના મોટા અને ઊંડા ખોદકામને કારણે પશુઓ ખાડામાં ખાબકવાનો તેમજ મોટો અકસ્માત સર્જાવાનો ગંભીર ભય ઊભો થયો છે.
📲Get App