🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે કોસ્ટલ ઈકોલોજી કોન્ફરન્સનો સમાપન સમારોહ અને ડિજિટલ રિપોઝિટરી લોન્ચ કરી..
Local

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે કોસ્ટલ ઈકોલોજી કોન્ફરન્સનો સમાપન સમારોહ અને ડિજિટલ રિપોઝિટરી લોન્ચ કરી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 12 Sep 2026, 05:04 PM 👁 54
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલી કોસ્ટલ ઈકોલોજી, સિક્યુરિટી અને સસ્ટેનબિલિટી વિષયક નેશનલ કોન્ફરન્સના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડિજિટલ પ્લેટફોર્મ અને ઐતિહાસિક ડિજિટલ રિપોઝિટરીનું લોન્ચિંગ કર્યું..

આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ‘કોસ્ટલ ઈકોલોજી, સિક્યુરિટી એન્ડ સસ્ટેનબિલિટી’ વિષયક નેશનલ કોન્ફરન્સનો સમાપન સમારોહ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ નોંધાઈ. સમારોહમાં કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓનું પુનરાવર્તન અને ભવિષ્ય માટેની દિશા રજૂ કરવામાં આવી.

મુખ્યમંત્રીએ પોતાના વરદ્હસ્તે ગુજરાત યુનિવર્સિટીના એલ્યુમની માટેના ડિજિટલ પ્લેટફોર્મનું લોન્ચિંગ અને યુનિવર્સિટીના સમૃદ્ધ ગ્રંથવારસાને ડિજિટલ સ્વરૂપે સંરક્ષિત કરતી ઐતિહાસિક ડિજિટલ રિપોઝિટરીનું લોકાર્પણ કર્યું, જે શૈક્ષણિક અને સંશોધન સમુદાય માટે મહત્વપૂર્ણ પગલું છે.

કોસ્ટલ ભારત સપ્તધારા અને વિકસિત ભારત-2047 થીમ હેઠળ યોજાયેલી આ કોન્ફરન્સને સમયોચિત અને મહત્વપૂર્ણ ગણાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરિયાકાંઠાની સંભાવનાઓને પોર્ટ, ટ્રેડ, ઇન્ડસ્ટ્રી, એનર્જી, ફિશરીઝ, ટુરિઝમ અને પર્યાવરણના સર્વાંગી વિકાસના ગેટવે તરીકે જોવાનું વિઝન આપ્યું છે, જે બ્લુ ઈકોનોમી નીતિમાં પ્રતિબિંબિત થઈ રહ્યું છે.

તેમણે ક્લાઈમેટ ચેન્જ, દરિયાઈ જળસ્તરમાં વધારો, તટીય ધોવાણ, સમુદ્રી પ્રદૂષણ અને પ્લાસ્ટિક વેસ્ટ જેવી સમસ્યાઓને ગંભીર પડકાર તરીકે દર્શાવી અને કોસ્ટલ ઈકોલોજીનું સંરક્ષણ સરકાર અને સમાજની સામૂહિક જવાબદારી હોવાનું જણાવ્યું. ગ્રીન પોર્ટ્સ, સસ્ટેનેબલ શિપિંગ, કોસ્ટલ કનેક્ટિવિટી, સસ્ટેનેબલ ફિશરીઝ અને જવાબદાર કોસ્ટલ ટુરિઝમ દ્વારા ગુજરાત વિકાસનું નવું મોડલ ઊભું કરી શકાય તેવી આશા વ્યક્ત કરી.
📲Get App