🔥 TRENDING ग्राम भगवानपुरा कि रिपोर्ट धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાગેચા ગંગનાથ ના મેળા નો પ્રારંભ ગંગનાથ ના મેળા નો પ્રારંભ

ગાગેચા ગંગનાથ ના મેળા નો પ્રારંભ ગંગનાથ ના મેળા નો પ્રારંભ

✍️ Reporter: Abhaykumar Jagodadiya 🗓 11 Sep 2026, 06:54 PM 👁 90
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગંગનાથ ના મેળા નો પ્રારંભ

માળિયા હાટીના તાલુકાના ના ગાગેચા ગામે ગંગનાથ ના મેળા નો પંરમપરાગત શેરગઢ ચોવિસી દરબાર શ્રી ના વર્ષો જુની પરંપરા ને જાળવી ને એમના વંશજો દ્વારા દર વર્ષે પહેલી ધ્વજા ચઢાવવામાં આવે છે પછી મેળો ખુલો મુકવામાં આવે છે આજુ બાજુ ના ગામડે થી લોકો પોતાના પિતૃ ના મોક્ષાર્થે આ દિવ્ય મંદિર પરિસરમાં પાણી રેડે છે અને પોતાના સ્વજન પાછળ દિવો પ્રગટાવી ને જીવ ને શિવ માં શ્રધ્ધા સાથે વિલીન કરે છે આમ વર્ષો જુની પરંપરા ઓ ના માધ્યમ થી આજે પણ‌ શેરગઢ ગામ ના બાબરિયા મહિયા વંશ પરિવાર જે શેરગઢ ચોવિસી દરબાર ધારા બાપુ તેમના વંશજો દ્વારા નરેન્દ્રભાઇ અને વિરેન્દ્રભાઈ અને સમસ્ત શેરગઢ ચોવિસી બાબરિયા પરિવાર ના વંશજો અને મહિલા ક્ષત્રિય સમાજ ના અન્ય આગેવાનો દ્વારા વાજતે ગાજતે શેરગઢ દરબાર ગઢ ખાતે થી ગંગનાથ મહાદેવ ને દરવર્ષે ની જેમ આ વર્ષે પણ રાખેલ હોય ગાગેચા ગામે શેલગઢ ચોવિસી ની ગામ ના લોકો દ્વારા ધ્વજા જી નું અને હાલ ના પરંપરા ને જાળવી રાખનાર બાબરિયા વંશ પરિવાર નું સામૈયું કરવામાં આવે છે તયાર બાદ મંદિર માં પુજા અર્ચના ભેટ પુજા ચડાવી ને શિખર પર ધજા આરોહણ કરવા આવે છે આ લોક ભાતિગળ મેળા નો પ્રારંભ થાય છે હર હર મહાદેવના ના નાદ થી વાતાવરણ ધર્મ મય અને લોકો માં આનંદ ઉમંગ થી શ્રધ્ધા ના ભાવ થી લોક મેળા ને માહોલે છે
📲Get App