🔥 TRENDING खानपुर पुलिस ने देशी कट्टा और कारतूस क... स्वदेशी वस्तुओं के उपयोग से आत्मनिर्भर... Taylor Swift Wins Top Honors at VMAs 2... Actor Adam Brody Calls for ‘Free Pales... Taylor Swift Wins Video of the Year at... वेस्टइंडीज के खिलाफ शतक जड़ने वाले दो...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરૂચ જિલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં નેત્રંગ તાલુકાની ત્રણેય ટીમો ચેમ્પિયન

ભરૂચ જિલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં નેત્રંગ તાલુકાની ત્રણેય ટીમો ચેમ્પિયન

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 11 Sep 2026, 11:40 AM 👁 82
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ જિલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં નેત્રંગ તાલુકાની ત્રણેય ટીમો ચેમ્પિયન

ભરૂચ જિલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં નેત્રંગ તાલુકાની ત્રણેય ટીમો ચેમ્પિયન બની હતી. ૩૫ ટીમોના ૪૨૦થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. વિજેતા ખેલાડીઓમાંથી પસંદગી પામનાર ખેલાડીઓ રાજ્ય કક્ષાએ ભરૂચનું પ્રતિનિધિત્વ કરશે. ભરૂચ જિલ્લા રમતગમત અધિકારી રાજન ગોહિલના અધ્યક્ષસ્થાને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ભરૂચ ખાતે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત ત્રિ-દિવસીય જિલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના ૯ તાલુકાઓમાંથી ૩૫ જેટલી ટીમોના ૧૯૨ ભાઈઓ અને ૨૨૮ બહેનો મળી કુલ ૪૨૦થી વધુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

જિલ્લા કક્ષાની સ્પર્ધામાં નેત્રંગ તાલુકાનું પ્રતિનિધિત્વ કરતા પી.એમ. શ્રી શ્રીકૃષ્ણ આશ્રમ શાળા, થવા અને એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી શાળા, થવાના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ રમત કૌશલ્ય, ટીમવર્ક અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કરીને મોટી સિદ્ધિ હાસલ કરી છે. વિજેતા ખેલાડીઓમાંથી પસંદગી પામનાર ખેલાડીઓ રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. પી.એમ.શ્રી શ્રીકૃષ્ણ આશ્રમ શાળાની અંડર-૧૭ ભાઈઓ અને બહેનોની ટીમે શાનદાર રમત અને ઉત્કૃષ્ટ સંકલન દ્વારા વિરોધી ટીમોને માત આપી ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો. જ્યારે અંડર-૧૯ વયજૂથમાં દમદાર પ્રદર્શન કરી ટીમે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ ટીમમાં પી.એમ. શ્રી શ્રીકૃષ્ણ આશ્રમ શાળાની સાથે એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી શાળા, થવાના ત્રણ વિદ્યાર્થીઓ અને ત્રણ વિદ્યાર્થીનીઓએ પણ જોડાઈને સંયુક્ત રીતે નેત્રંગ તાલુકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બંને સંસ્થાઓના ખેલાડીઓએ સાથે મળીને ઉત્તમ ખેલદિલી અને નેતૃત્વના ગુણોનો પરિચય આપતા સમગ્ર તાલુકાનું ગૌરવ વધાર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં ચેમ્પિયન થયેલી ટીમો હવે રાજ્ય કક્ષાની ખો-ખો સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. શાળાના આચાર્ય રંજનબેન વસાવાએ તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે રમતગમત અત્યંત મહત્વપૂર્ણ છે. રમતગમતથી બાળકોમાં શિસ્ત, આત્મવિશ્વાસ, ટીમવર્ક અને નિર્ણયશક્તિ જેવા ગુણો ખીલે છે.
📲Get App