🔥 ट्रेंडिंग प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... गणेश visarjan पर अपराधी की तस्वीर दिखा... विश्लेषक ने टेलर स्विफ्ट के ‘Cleveland... टेलर स्विफ्ट ने MTवी VMAs 2026 में काल...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહેસાણામાં કરોડો રૂપિયાના સાયબર ફ્રોડનો પર્દાફાશ: ૩૨ 'મ્યુલ એકાઉન્ટ' ચલાવતી ગેંગના ૪ શખ્સો ઝડપાયા

મહેસાણામાં કરોડો રૂપિયાના સાયબર ફ્રોડનો પર્દાફાશ: ૩૨ 'મ્યુલ એકાઉન્ટ' ચલાવતી ગેંગના ૪ શખ્સો ઝડપાયા

✍️ रिपोर्टर: Palakbhai Patel 🗓 11 सित. 2026, 01:00 AM 👁 46
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણામાં કરોડો રૂપિયાના સાયબર ફ્રોડનો પર્દાફાશ: ૩૨ 'મ્યુલ એકાઉન્ટ' ચલાવતી ગેંગના ૪ શખ્સો ઝડપાયા

મહેસાણામાં કરોડો રૂપિયાના સાયબર ફ્રોડનો પર્દાફાશ: ૩૨ 'મ્યુલ એકાઉન્ટ' ચલાવતી ગેંગના ૪ શખ્સો ઝડપાયા

ગરીબ અને આર્થિક જરૂરિયાતમંદ લોકોને રૂ. ૩,૦૦૦ થી ૧૦,૦૦૦ ની લાલચ આપી બેંક ખાતા અને સિમકાર્ડ મેળવી લેતી સિન્ડિકેટનો સાયબર ક્રાઈમ પોલીસે કર્યો પર્દાફાશ.

મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ ટીમે ૩૨ જેટલા બોગસ (મ્યુલ) બેંક ખાતાઓ શોધી કાઢી મોટી સાયબર ફ્રોડ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે.

આરોપીઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ૩,૦૦૦ થી ૧૦,૦૦૦ ની લાલચ આપી તેમના નામે સિમકાર્ડ મેળવતા અને બરોડા ગુજરાત ગ્રામીણ બેંક સહિત વિવિધ બેંકોમાં ખાતા ખોલાવતા. ત્યારબાદ બેંક કિટ અને સિમકાર્ડ પોતાની પાસે રાખી તેનો ઉપયોગ સાયબર ફ્રોડ, ગેમિંગ, સટ્ટાબાજી અને હવાલાના નાણાંની હેરફેર માટે કરતા.


ભારત સરકારના સાયબર ક્રાઈમ પોર્ટલ પર આ ખાતાઓ સામે કુલ ૮૩ ફરિયાદો નોંધાયેલી છે. ખાતાઓમાં અત્યાર સુધીમાં કુલ ૧૬,૮૧,૧૩,૭૩૫.૪૮ ક્રેડિટ અને રૂ. ૧૬,૭૩,૯૨,૩૭૮.૩૦ ડેબિટ થયા છે.

🚔 ઝડપાયેલા આરોપીઓ:
* સુનીલજી સુરેશજી ઠાકોર (રહે. માલગોડાઉન રોડ, મહેસાણા)
* જયેશ કૈલેશભાઈ સેનમા (રહે. પીલુદરા, તા.જી. મહેસાણા)
* રાકેશજી પ્રધાનજી ઠાકોર (રહે. માલગોડાઉન રોડ, મહેસાણા)
* જીતેન્દ્ર કરસનભાઈ રાવલ (રહે. માલગોડાઉન રોડ, મહેસાણા)

⚖️ કાયદેસરની કાર્યવાહી:
આરોપીઓ વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ (BNS) ની કલમ ૩૧૭(૨), ૩૧૮(૪), અને ૬૧ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App