🔥 TRENDING જૂનાગઢ: શ્રી પટેલ કેળવણી મંડળની અંડર-1... સુરતના અમરોલીમાં જૂની અદાવત અને મકાન વ... રાજકોટ: મોરબી રોડ હડાળા ગામના પાટિયા પ... Four Assam Labourers Die in Meghalaya... Rape Case Surge Brings Women's Safety... Ayushmann Khurrana to Portray Pakistan...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના પાંડેસરા વિસ્તારમાં બે ‘ડૉક્ટર’ની ચોંકાવનારી કાવતરું બહાર આવ્યું
Local

સુરતના પાંડેસરા વિસ્તારમાં બે ‘ડૉક્ટર’ની ચોંકાવનારી કાવતરું બહાર આવ્યું

✍️ Reporter: Dhaval Maheta 🗓 10 Sep 2026, 05:11 PM 👁 35
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત એસઓજી અને આરોગ્ય વિભાગની સંયુક્ત કાર્યવાહીથી, શાળાકીય શિક્ષણ ધરાવતા બે વ્યક્તિઓને ડૉક્ટર તરીકે દર્દીઓને એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શન આપતા પકડવામાં આવ્યા.

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી કે લાયકાત ન હોવા છતાં, માત્ર શાળાકીય શિક્ષણ મેળવેલા બે શખ્સો ડૉક્ટર બનીને લોકોની સારવાર કરી રહ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ પૈકી એક ધોરણ 10 અને બીજો માત્ર ધોરણ 12 સુધી જ ભણેલા છે. બંને અગાઉ હોસ્પિટલ અને ક્લિનિકમાં કમ્પાઉન્ડર કે હેલ્પર તરીકે કામ કરતા હતા અને તે અનુભવના આધારે પોતે નિષ્ણાત તબીબ હોવાનો ઢોંગ રચીને દર્દીઓને એલોપેથિક દવાઓ તથા ઇન્જેક્શન આપતા હતા.

સુરત એસઓજીની ટીમે પાંડેસરા સ્થિત જગદંબા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, પ્લોટ નં. 26, વડોદ ગામ ખાતે આવેલા એક નામ વગરના ક્લિનિકમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી મૂળ બિહારના ગોપાલગંજના વતની 46 વર્ષીય સુરેન્દ્ર ચંદ્રદેવ શાહની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પાસેથી ₹19,089ની કિંમતની વિવિધ દવાઓ, સિરપ અને ઇન્જેક્શન મળી આવ્યા હતા.

ધોરણ 10 પાસ સુરેન્દ્ર શાહ અને ધોરણ 12 પાસ રામકૃપાલ વતનના કમ્પાઉન્ડર હતા. સુરેન્દ્ર 4 વર્ષથી ડૉક્ટર બનીને પ્રેક્ટિસ કરી રહ્યો હતો, જ્યારે રામકૃપાલ 8 વર્ષથી ‘મમતા ક્લિનિક’ ખોલ્યું હતું. બંનેએ પોતાના પ્રાથમિક કમ્પાઉન્ડર અનુભવનો ઉપયોગ કરીને, માન્ય મેડિકલ ડિગ્રી વિના, દર્દીઓને દવાઓ અને ઇન્જેક્શન આપીને સ્વાસ્થ્ય જોખમમાં મૂક્યા હતા.

SOG અને આરોગ્ય વિભાગની સંયુક્ત કાર્યવાહી, પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ. PSI એમ.ડી. સરવૈયાની આગેવાની હેઠળની ટીમ તથા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના અધિકારી દિલીપકુમાર બાબુભાઈ કોટક અને ડૉ. કૌશિક રમણભાઈ મહેતાની હાજરીમાં આ સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. બંને ક્લિનિકમાંથી કુલ ₹47,205નો એલોપેથિક દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. માત્ર કમ્પાઉન્ડર તરીકેના પ્રાથમિક અનુભવના જોરે અને કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી વિના લોકોના જીવ જોખમમાં મૂકનારા આ બંને ભેજાબાજો વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો છે.
📲Get App