🔥 TRENDING બિલીમોરામાં ABVP દ્વારા વિદ્યાર્થી સેવ... અંબાજી મંદિરે યોજાયેલા મેળાના દર્શન મા... Chitkara University Suspends Classes U... Punjab CM Orders Strict Action Over Al... BJP Leader Ravneet Bittu Criticises AA... Knife attack on e‑rickshaw driver in B...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
થરાદ તાલુકાના દિદરડા ગામે દરગાહ નજીક ઉભેલી અલ્ટો ગાડીમાં અચાનક ભીષણ આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો
Local

થરાદ તાલુકાના દિદરડા ગામે દરગાહ નજીક ઉભેલી અલ્ટો ગાડીમાં અચાનક ભીષણ આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો

✍️ Reporter: Amaratbhai D. Gohil 🗓 10 Sep 2026, 11:07 PM 👁 29
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાડીમાં આગ ભભૂકતા જ ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા અને થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ગાડી ધૂ-ધૂ કરીને બળવા લાગી હતી.

અહેવાલ અમરત ગોહિલ
વાવ થરાદ જિલ્લો

થરાદ તાલુકાના દિદરડા ગામે દરગાહ નજીક ઉભેલી અલ્ટો ગાડીમાં અચાનક ભીષણ આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો

ગાડીમાં આગ ભભૂકતા જ ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા અને થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ગાડી ધૂ-ધૂ કરીને બળવા લાગી હતી.
મળતી માહિતી મુજબ, ગાડી ચાલક થરાદથી દિદરડા ગામે આવેલી દરગાહ ખાતે આવ્યા હતા. દરમિયાન તેમણે દરગાહ નજીક અલ્ટો ગાડી ઉભી રાખી હતી. ગાડી પાર્ક કરેલી હાલતમાં હતી ત્યારે અચાનક તેમાં આગ ભભૂકી ઉઠતાં ઘટનાસ્થળે દોડધામ મચી ગઈ હતી.
આગની જ્વાળાઓ ઝડપથી પ્રસરી જતાં આસપાસના લોકોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થયા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલિક થરાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ટીમ સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી.
ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક કામગીરી હાથ ધરી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા. ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે, આગ એટલી વિકરાળ હતી કે અલ્ટો ગાડીનો મોટાભાગનો હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો.
સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી. ગાડીમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આગની ઘટનાને પગલે દિદરડા ગામમાં ભારે ચર્ચા સાથે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
📲Get App