🔥 TRENDING Himachal Pradesh Governor Urges Collec... Himachal Pradesh Literacy Rate Jumps t... અડાલજ કેનાલ પર ગાડીની બેદરકારી, પાછળની... Punjab Congress to Stage Statewide Pro... NDTV MP Chhattisgarh airs breaking new... बायतु विधायक हरीश चौधरी ने मुख्यमंत्री...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા તાલુકાના મોટા ભાગના મેઈન રોડ ખૂબ જ ખરાબ હાલતમાં

રાજુલા તાલુકાના મોટા ભાગના મેઈન રોડ ખૂબ જ ખરાબ હાલતમાં

✍️ Reporter: Anil Vaghela 🗓 10 Sep 2026, 08:08 AM 👁 53
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા તાલુકાના મોટા ભાગના મેઈન રોડ ખૂબ જ ખરાબ હાલતમાં

રાજુલા વિસ્તારમાં નેશનલ હાઈવે ને બાદ કરતા તમામ રોડો જેમાં રાજુલા શહેરના પણ રોડ ખૂબ જ દૈનિય અને ખરાબ હાલતમાં હોય લોકોને ખૂબ જ હાલતી નો સામનો કરવો પડે તેમ છે જેમાં જાણે રોડ તંત્ર નિંદ્રાદિન હોય તે રીતે મોટા મોટા ખાડાઓ પણ દેખાતા ન હોય અને આવા ખાડાઓ જ્યારે પૂરવામાં આવે ત્યારે મોટા બોમ્બ બનાવ્યા હોય તેવા ખાડા પૂરવામાં આવતા હોય જેથી રીપેરીંગ કરવા છતાં પણ કેટલીક જગ્યાએ લોકોને હાલાકી નો સામનો કરવો પડતો હોય રાજુલા વિસ્તારમાં કોઈ રાજકીય નેતાઓ ચૂંટાયેલા કે વિરોધ પક્ષના આ બાબતે કશું જ બોલતા નથી શા માટે શું બધાયની મિલી ભગત છે કે? વર્ષોથી રાજુલામાં હાલત એની એ જ રહે છે રોડ બનાવવામાં આવે ત્યારે કરોડોના ખર્ચા કરવા છતાં પણ ખૂબ જ હલકી કક્ષાના રોડ બનાવવાની કારણે રોડ તરફ તૂટી જાય છે અને એક ચોમાસામાં તો ત્યાં ખાડા પણ પડવા લાગે છે શું આ કોન્ટ્રાક્ટરોને બાંધકામ વિભાગ બીલી ભગત છે કે કેમ? તેવો સવાલ લોકો પૂછી રહ્યા છે. રોડના કરોડોના ખર્ચા કરવા છતાં પણ રોડની હાલત તો ખૂબ જ દૈન્ય હોય દર્દીઓને લઈ જવા માટે પણ ખૂબ જ ત્રાસદાયક બનતો હોય આ અંગે કોલેટી કંટ્રોલ વિભાગ પણ શા માટે કાર્યવાહી કરતી નથી તેવી માંગ પણ લોકોમાં ઉઠેલ છે અને આ તમામ રોડનું ઇન્સ્પેક્શન કરવામાં આવે અને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠેલ છે. રાજુલા સાવરકુંડલા રોડ જે હાલમાં બની રહ્યો છે પરંતુ શું ડ્રાઇવર જુનો સારા બનાવવા તેમજ રોડમાં પડેલ ખાડાઓ અને જે રોડ માં કામ શરૂ નથી તેવા રોડનું મરામત કામ કરવાની જવાબદારી તંત્રની નથી ? આ અંગે જો કોઈ તાત્કાલિક પગલાની ભરવામાં આવે તો આગામી સમયમાં રોડ પ્રશ્ન આંદોલન થવાની સંભાવના છે. ખરાબ રોડને કારણે કેટલાય એકસીડન્ટો થાય છે અને વાહનોમાં પણ મોટા મોટા વેરન્ટેજ આવે છે. અને જે રોડ પર એક કલાકનો રસ્તો હોય ત્યાં બબ્બે કલાકનો સમય વીતતો હોય જેથી લોકોનો સમય પણ ખૂબ જ બગડતો હોય જેથી લોકો કહી રહ્યા છે કે નેતાઓ ફોર્ચ્યુનર અને ઇનોવવામાં ફરતા હોય જેથી તેને આવા મસ મોટા ખાડા દેખાતા નહીં હોય મત માગવા સમયે તો લોકોને હથેળીમાં ચાંદ દેખાડતા નેતાઓ આજે કેમ કંઈ બોલતા નથી તેવો વેદક સવાલ લોકો પૂછી રહ્યા છે.
રાજુલામાં નીચે મુજબના રોડો ની હાલત ખૂબ જ દૈનીય છે.
રાજુલા સા.કુંડલા,રાજુલા ડુંગર,રાજુલા ભેરાઇ,રાજુલા, રાજુલા જાફરાબાદ, બારપટોળી - ખાંભા,રાજુલા - વાવેરા - વીજપડી રોડ અતિ બિસ્માર હાલત માં છે.
📲Get App