🔥 ट्रेंडिंग *पंचायती राज आम चुनाव-2026 की तैयारियो... दृष्टिबाधित उद्यमी श्रीकांत बोल्ला ने... यूपी मंत्री की 'SP, Congress ki Lanka... लक्ष्या का अपराजित दोहरा शतक भारत अंडर... एशियाई खेलों के पुरुष क्रिकेट प्रतियोग... याहू स्पोर्ट्स ने उठाया सवाल: 2027 विश...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વીરપુર આંગણવાડીની ગંભીર બેદરકારી: એક મહિનાથી ધક્કા ખાતા વાલીનું નામ ન નોંધાવતા રોષ
शिक्षा

વીરપુર આંગણવાડીની ગંભીર બેદરકારી: એક મહિનાથી ધક્કા ખાતા વાલીનું નામ ન નોંધાવતા રોષ

✍️ रिपोर्टर: વનરાજ રૂદાત્રા 🗓 10 सित. 2026, 05:23 PM 👁 48
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જેતપુર તાલુકાના વીરપુર ગામની આંગણવાડીમાં બાળકનું નામ નોંધાવવા ગયેલા વાલી સાથે આંગણવાડી કાર્યકરની દાદાગીરી સામે આવી છે, અરજી લેવાની પણ સ્પષ્ટ ના પાડી દેવાઈ.

જેતપુર તાલુકાના વીરપુર (ઝલસામા) ગામમાં આવેલ આંગણવાડી કેન્દ્ર નં. ૨ માં ભારે લાપરવાહી સામે આવી છે. અરજદાર પ્રશાંતભાઈ જગાભાઈ કાળિયાના જણાવ્યા મુજબ, તેઓ છેલ્લા એક મહિનાથી પોતાના બાળકના આંગણવાડીમાં પ્રવેશ તથા પોષણ આહાર મેળવવા માટે નામ નોંધાવવા સતત ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ આંગણવાડી કાર્યકર દ્વારા નામ નોંધાવવાની સાફ ના પાડી દેવામાં આવે છે અને અરજી સ્વીકારવાનો પણ ઇનકાર કરી વાલીઓને બહાર કાઢી મૂકવામાં આવે છે. ગરીબ અને સામાન્ય લોકોના બાળકોના હક છીનવતી આ પ્રકારની મનમાની સામે તંત્ર દ્વારા કડક પગલાં લેવા તેવી લોક માંગ ઉઠી છે.
📲Get App