🔥 TRENDING સુરતના ખટોદરા વિસ્તારમાં ફેક્ટરીમાં ફસ... LPU Students End 15-Hour NH-44 Blockad... Fire Ravages Tata Showroom in Hyderpor... Consumer Court Orders Insurer to Pay ₹... ધોરાજી ડેપોના સિનિયર આગેવાન અશોકસિંહ વ... Soori’s ‘Mandaadi’ records 29.6% jump...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઈદે મિલાદ જુલુસમાં સરકારી આદેશ ના ભંગ બદલ ડીજે ના સંચાલકો સામે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી

ઈદે મિલાદ જુલુસમાં સરકારી આદેશ ના ભંગ બદલ ડીજે ના સંચાલકો સામે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી

✍️ Reporter: Dharmendrakumar Dhobi 🗓 09 Sep 2026, 11:44 PM 👁 149
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઈદે મિલાદ જુલુસમાં સરકારી આદેશ ના ભંગ બદલ પોલીસ એક્શન મોડમાં આવી

ઈદેમિલાદ ના જુલુસ મા સરકારી આદેશ ના ભંગ બદલ ડી જે ના સંચાલકો સામે ડભોઇ પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી !!




ડભોઇ શહેરમાં ગત ૨૬-૮-૨૦૨૬ ના રોજ ઈદેમિલાદ ના જુલુસ મા કેટલાક ડી.જે. એ સુર રેલાવેલ જેની સામે ડભોઇ પોલીસે વાતાવરણ પ્રદુષિત કરવા ની કલમો થી ફરિયાદ નોંધી ડી.જે જપ્ત કરવામાં આવતા નાનકડા શહેરમાં ચકચાર મચી છે
બનાવ ની વિગતો પ્રમાણે ડભોઇ ના ઈદેમિલાદ ના જુલુસ મા વૈભવ ડી.જે. સાઉન્ડ ના ઓપરેટર અજય અરવિંદ ઓડ રે. બોડેલી , પાટીલ ડી.જે. સાઉન્ડ ના ઓપરેટર હિમાંશુ યોગેશ પવાર રે.તરસાલી વડોદરા , સ્નાઈપર ડી.જે. સાઉન્ડ ના ઓપરેટર મિત અશોક માછી રે. નવા માંડવા ચાંદોદ અને જે.આર.ડી. કિંગ ડી.જે. સાઉન્ડ ના ઓપરેટર સાહિલ સુરેશ બારીયા નારણપુરા તા.ડભોઇ એ ૨૬-૮-૨૦૨૬ ના રોજ ઈદેમિલાદ ના જુલુસ મા ડી.જે. વગાડેલ જેમાં નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ની પરવાનગી હતી તેમ છતાંય ડી.જે. સિસ્ટમ ના સંચાલકો દ્વારા પોતાની અને અન્ય વ્યક્તિ ઓની જિંદગી જોખમ મા મુકાય એમ ડી.જે.સિસ્ટમ ઉપર કેટલાક વ્યક્તિ ને બેસાડેલ અને પોતાના વાહનો ને મોડીફાઈડ કરી વધારે પડતી સિસ્ટમ ગોઠવી નામદાર સુપ્રીમ કોર્ટ ના વખતો વખત ના ચુકાદા ના નિર્દેશો અને ગુજરાત પોલ્યુશન બોર્ડ પર્યાવરણ ૫૧૨૫૨ ૧૪-૫-૨૦૧૦ થી ધોંધાટ ઉત્પન્ન કરતાં અને નિપજાવતા સ્ત્રોના નિયંત્રણ અને નિયમન માટે અને ભારત સરકાર ના વન પર્યાવરણ અધિનિયમ ૧૯૮૬ ની કલમ ૬ તથા ૨૫ હેઠળ ધ્વનિ પ્રદુષણ ૨૦૦૦ નુ ૧૪ ફેબ્રુઆરી ૨૦૦૦ નુ જાહેરનામુ પ્રસિદ્ધ કરાયેલ જેમાં ૧-૧-૨૦૧૦ ના સુધારા મુજબ સાઉન્ડ લીમીટર સિસ્ટમ વગર ડી.જે સિસ્ટમ વગાડવી અને ટ્રાફિક અડચણ અને આજુબાજુ રહેતા લોકો ને ત્રાસ દાયક કૃત્ય કરી મે જિલ્લા મેજીસ્ટ્રેટ વડોદરા ના ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૬૩ ,અને ગુજરાત પોલીસ એકટ કલમ ૩૩(૧) , ૩૭(૧)(એફ) અન્યવયે બહાર પાડેલ જાહેરનામા મુજબ ૨૮૧ ,૨૯૨ ,૨૨૩ અને ૧૮૪ ,૧૯૪ A મુજબ ફરિયાદ દાખલ થતાં હડકંપ મચી ગયો છે આ ફરિયાદ ને લઈ લોકો તરેહ તરેહ ની ચર્ચા ઓ કરી રહ્યા છે હવે આગળ પોલીસ કેવી કાર્યવાહી કરશે એ જોવુ રહ્યું
📲Get App