🔥 TRENDING રાજકોટના બેડી ચોકડી બાયપાસ પાસે બે ટ્ર... જામકંડોરણા ખાતે રાજકોટ જિલ્લા સહકારી બ... বাগনান শ্রীলেদার্সের উপচে পড়া ভিড় Indian Gang Leader Linked to Central V... Utah Man Served 41 Years After 1985 Mu... Latest Updates and Photos of Teresa Gi...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બાબરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષકશ્રી અમરેલી સંજય ખરાત સાહેબની અધ્યક્ષતામાં લોકદરબાર તથા સાયબર જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

બાબરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષકશ્રી અમરેલી સંજય ખરાત સાહેબની અધ્યક્ષતામાં લોકદરબાર તથા સાયબર જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 09 Sep 2026, 08:56 AM 👁 52
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ તારીખ ૦૮/૦૯/૨૦૨૬ ના રોજ બાબરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષકશ્રી અમરેલી સંજય ખરાત સાહેબની અધ્યક્ષતામાં લોકદરબાર તથા સાયબર જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી ચિરાગ દેસાઈ સાહેબ તથા બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ ૫૮ ગામના સરપંચશ્રીઓ તથા નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ તથા અન્ય હોદેદારો તથા અન્ય સામાજિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમ દરમ્યાન પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ દ્વારા લોકો સાથે સંવાદ કરવામાં આવ્યો તથા તેમના પ્રતિભાવો તથા રજૂઆતો સાંભળવામાં આવી તથા સાહેબશ્રી દ્વારા લોકોને જરૂરી માર્ગદર્શન તથા પોલીસને સૂચનાઓ આપવામાં આવેલ. સાથે જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જયેશ કડછા સાહેબ દ્વારા સાયબર જાગૃતિ અંગે પ્રેઝન્ટેશન આપી તમામ ઉપસ્થિત લોકોને સાયબર ક્રાઇમ અનુસંધાને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમના અંતે તમામ લોકોને સાયબર જાગૃતિ અનુસંધાને પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું તથા બાબરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.આર.પરમાર દ્વારા આભારવિધિ કરવામાં આવેલ.
📲Get App