🔥 TRENDING Himachal Pradesh Governor Urges Collec... Himachal Pradesh Literacy Rate Jumps t... અડાલજ કેનાલ પર ગાડીની બેદરકારી, પાછળની... Punjab Congress to Stage Statewide Pro... NDTV MP Chhattisgarh airs breaking new... बायतु विधायक हरीश चौधरी ने मुख्यमंत्री...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાંધીનગરમાં ‘એક પેડ માઁ કે નામ’ અભિયાનમાં મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષે વૃક્ષારોપણ કર્યું
Local

ગાંધીનગરમાં ‘એક પેડ માઁ કે નામ’ અભિયાનમાં મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષે વૃક્ષારોપણ કર્યું

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 09 Sep 2026, 11:24 PM 👁 59
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી પ્રેરિત ‘એક પેડ માઁ કે નામ’ અભિયાનમાં ગાંધીનગર સચિવાલય પરિસરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પરંપરાગત વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી આહવાનથી શરૂ થયેલ ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત આજે ગાંધીનગર સચિવાલય પરિસરમાં પૂજ્ય બાપુની પ્રતિમા સમક્ષ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મંત્રીમંડળના મંત્રીશ્રીઓ તેમજ સૌ ધારાસભ્યો એકસાથે ઉપસ્થિત રહી પીપળો, કદમ, અર્જુન સાદડ, બોરસલી જેવા પરંપરાગત વૃક્ષોનું વૃક્ષારોપણ કરી ગ્રીન કવર વધારવાનો સંકલ્પ લીધો.

આવો, આપણી માતા અને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા આપણે સૌ પણ આ અભિયાનનો હિસ્સો બનીએ અને ઓછામાં ઓછું એક વૃક્ષ અવશ્ય વાવી તેનું જતન કરીએ.
📲Get App