🔥 TRENDING સુરતના ખટોદરા વિસ્તારમાં ફેક્ટરીમાં ફસ... LPU Students End 15-Hour NH-44 Blockad... Fire Ravages Tata Showroom in Hyderpor... Consumer Court Orders Insurer to Pay ₹... ધોરાજી ડેપોના સિનિયર આગેવાન અશોકસિંહ વ... Soori’s ‘Mandaadi’ records 29.6% jump...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની ખેડા જિલ્લા બેઠકમાં કરોડોના દાન અને સિલ્વર દાતાઓની ભેગી
Local

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની ખેડા જિલ્લા બેઠકમાં કરોડોના દાન અને સિલ્વર દાતાઓની ભેગી

✍️ Reporter: Hardik Shukla 🗓 09 Sep 2026, 04:58 PM 👁 41
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેડા જિલ્લાના ખેડા જિલ્લા સંગઠનની વિશેષ બેઠકમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળ કરોડોના દાન અને સિલ્વર દાતાઓની ભેગી થઈ.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા અને પ્રમુખ શ્રી આર.પી. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને ઉપપ્રમુખ તથા કેન્દ્રીય સંગઠન ચેરમેન શ્રી ડી.એન. ગોલ સાહેબના અધ્યક્ષસ્થાને ખેડા જિલ્લાના ખેડા જિલ્લા સંગઠનની વિશેષ બેઠક કપડવંજ ખાતે ઉત્સાહભેર યોજાઈ. બેઠકમાં કેન્દ્રીય મહિલા સંગઠન ચેરપર્સન ડૉ. રૂપલબેન પટેલ, વાઈસ ચેરમેન શ્રી જયંતીભાઈ પોકાર, સંગઠન મહામંત્રી શ્રી સંજયભાઈ પટેલ, મહામંત્રી શ્રી ગીરાબેન પટેલ, ઉમાછત્ર કમિટી પ્રભારી શ્રી જશુભાઈ પટેલ અને કેન્દ્રીય સંગઠન સભ્ય શ્રી દશરથભાઈ પટેલ સહિતના વરિષ્ઠ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

ઉપસ્થિત અગ્રણીઓએ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ચાલી રહેલી વિવિધ સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક પ્રવૃત્તિઓની સમીક્ષા કરી અને સંગઠનને ગ્રામીણ તથા જિલ્લા સ્તરે વધુ મજબૂત અને વેગવંતુ બનાવવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું. સંસ્થાની ઉમદા વિચારધારા અને સમાજઉત્કર્ષના કાર્યોથી પ્રેરાઈને ખેડા જિલ્લાના શ્રેષ્ઠીઓ અને ભામાશાઓએ મુક્ત મનથી દાન અર્પણ કર્યું.

શ્રી હરીશભાઈ ઈશ્વરભાઈ પટેલ (કપડવંજ) પ્લેટિનમ દાતા તરીકે જોડાયા, શ્રી વિજયભાઈ ફુલાભાઈ પટેલ (વાઈસ ચેરમેન - અમૂલ, ડાકોર) અને શ્રી જશવંતભાઈ ગોરધનભાઈ (ઉમિયાપુરા) સિલ્વર દાતા તરીકે સંસ્થામાં સહયોગ આપ્યો. શ્રી તુલસીભાઈ પૂજાભાઈ પટેલ (કપડવંજ) અને શ્રી દશરથભાઈ પટેલ (વકીલ - કપડવંજ) પણ સિલ્વર દાતા તરીકે સહયોગ નોંધાવ્યો. આ ઉપરાંત સમાજના અન્ય 20થી વધુ ઉત્સાહી સભ્યોએ રૂ. 1 લાખનું દાન અર્પિત કરીને સંસ્થાના ‘સિટી મેમ્બર’ તરીકેનું ગૌરવવંતું સ્થાન ગ્રહણ કર્યું.

કાર્યક્રમના અંતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના હોદ્દેદારો દ્વારા તમામ દાતાશ્રીઓ અને નવનિયુક્ત સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને જગતજનની મા ઉમિયા સૌ દાતાશ્રીઓ તેમજ તેમના પરિવારની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે અને સુખ-સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના વ્યક્ત કરવામાં આવી.
📲Get App