🔥 TRENDING રાજકોટના બેડી ચોકડી બાયપાસ પાસે બે ટ્ર... જામકંડોરણા ખાતે રાજકોટ જિલ્લા સહકારી બ... বাগনান শ্রীলেদার্সের উপচে পড়া ভিড় Indian Gang Leader Linked to Central V... Utah Man Served 41 Years After 1985 Mu... Latest Updates and Photos of Teresa Gi...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી જિલ્લામાં તા. ૨૧ સપ્ટેમ્બરથી તા. ૦૯ ઓક્ટોબર સુધી સેવા સેતુ ૨.૧ ગ્રામ્ય યોજાશે

અમરેલી જિલ્લામાં તા. ૨૧ સપ્ટેમ્બરથી તા. ૦૯ ઓક્ટોબર સુધી સેવા સેતુ ૨.૧ ગ્રામ્ય યોજાશે

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 09 Sep 2026, 09:22 AM 👁 49
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લામાં તા. ૨૧ સપ્ટેમ્બરથી તા. ૦૯ ઓક્ટોબર સુધી સેવા સેતુ ૨.૧ ગ્રામ્ય યોજાશે

સેવા સેતુ ૨.૧ના પ્રથમ તબક્કામાં તા. ૧૯ સપ્ટેમ્બર સુધી લાભાર્થીઓને લાભ આપવા જરૂરી દસ્તાવેજોની કામગીરી પૂર્ણ કરાશે

જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને સેવા સેતુ ૨.૧ના સુચારૂ આયોજન અંગે બેઠક યોજાઈ


અમરેલી, તા. ૦૮ સપ્ટેમ્બર, ૨૦૨૬
રાજ્ય સરકારની વ્યક્તિલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચાડવાના હેતુથી નવીન કાર્યપદ્ધતિના ભાગરૂપે અમરેલી જિલ્લામાં તા. ૨૧ સપ્ટેમ્બરથી તા. ૦૯ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન સેવા સેતુ ૨.૧ ગ્રામ્ય યોજાશે. સેવા સેતુ અંતર્ગત વિવિધ સરકારી સેવાઓ અને વ્યક્તિલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓને તેમના નજીકના સ્થળે મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.
સેવા સેતુ ૨.૧ ગ્રામ્યના પ્રથમ તબક્કા અંતર્ગત તા. ૧૯ સપ્ટેમ્બર સુધી લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે જરૂરી દસ્તાવેજો તૈયાર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ જિલ્લા પંચાયતની બેઠક દીઠ સેવા સેતુ કાર્યક્રમ યોજી, વિવિધ સરકારી યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓને આપવામાં આવશે.

સેવા સેતુ ૨.૧ ગ્રામ્યના સફળ અને સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને મંગળવારે અમરેલી જિલ્લા સેવાસદન ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ સેવા સેતુ શરૂ થાય તે પહેલાંના પ્રથમ તબક્કામાં જ જરૂરી સેવાઓની કામગીરી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

પ્રથમ તબક્કામાં તમામ ગામોમાં આધાર નોંધણી અને આધારમાં સુધારા, આઈ.સી.ડી.એસના બાળકોના આધાર કાર્ડ, રેશનકાર્ડ સંબંધિત સેવાઓમાં નામ દાખલ કરવા, નામ કમી કરવા તેમજ સુધારા અને ઈ-કે.વાય.સી જેવી સેવાઓ સુનિશ્ચિત કરવા જણાવાયું હતું.

આ ઉપરાંત ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મહેસૂલી રેકર્ડમાં વારસાઈની એન્ટ્રી, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને તેને સંબંધિત યોજનાઓ, બેન્કિંગ સંબંધિત સેવાઓ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, સોઈલ હેલ્થ કાર્ડ, માતૃશક્તિ, નમોશ્રી, આઈસીડીએસ બાળકોના આધાર કાર્ડ, ખાતેદાર ખેડૂતના નમૂના નં. ૭/૧૨ સાથે આધારકાર્ડનું જોડાણ તથા કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની કુલ ૧૨ સેવાઓમાં પાત્ર લાભાર્થીઓને લાભ મળે તે માટે પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવશે.

જિલ્લા કલેક્ટરશ્રીએ રાજ્ય સરકારના પરિપત્ર મુજબ સેવા સેતુ ૨.૧ના પ્રથમ તબક્કાની કામગીરી સમયમર્યાદામાં ૧૦૦ ટકા પૂર્ણ કરવા તેમજ ત્યારબાદ કેમ્પ દરમિયાન હાથ ધરાનારી બીજા તબક્કાની કામગીરીનું પણ સુચારુ આયોજન કરી દરેક પાત્ર લાભાર્થી સુધી યોજનાનો લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

બેઠકમાં સુપર ન્યૂમરરી આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી હર્ષિતા ગોયલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એ.એ. ડોડિયા, પ્રાંત અધિકારીશ્રી અમરેલી-કુકાવાવ જાડેજા, પ્રાંત અધિકારીશ્રી ધારી-ખાંભા શ્રી અર્પણ ચાવડા, પ્રાંત અધિકારીશ્રી બગસરા-વડિયા શ્રી કમલેશ નંદા, પ્રાંત અધિકારીશ્રી લાઠી-બાબરા શ્રી પારસ ચૌહાણ, પ્રાંત અધિકારીશ્રી સાવરકુંડલા-લીલીયા શ્રી ઝીલ પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ, અગ્રણી શ્રી અતુલ ભાઈ કાનાણી, શ્રી રાજુભાઈ ભુતૈયા, શ્રી મેેેેહુલભાઈ ધોરાજીયા, શ્રી દિવ્યેશ ભાઈ વેકરીયા, ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App