🔥 TRENDING ग्राम राजपुर धाम में धूमधाम से हुआ भगव... उन्नाव में मूसलाधार बारिश से जनजीवन अस... LPU Students Protest Against Administr... User Searches for 'deescalatetensions'... TribuneIndia.com Users Search for "Jij... Dr Shiny Devassy featured in Tribune I...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સામાજિક સેવાકીય પ્રવૃત્તિ બદલ વિરમગામના નગીનભાઈ દલવાડીનું વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન

સામાજિક સેવાકીય પ્રવૃત્તિ બદલ વિરમગામના નગીનભાઈ દલવાડીનું વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન

✍️ Reporter: Gilani Asikali 🗓 08 Sep 2026, 09:28 PM 👁 84
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વીરમગામ શહેરમાં સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત અગ્રેસર રહેતા સામાજિક કાર્યકર નગીનભાઈ હીરાભાઈ દલવાડીનું વિવિધ સંસ્થાઓ તથા સરકારી તંત્ર દ્વારા કરાયેલી સેવાઓ બદલ સન્માન કરવામાં આવ્યું છે.
નગીનભાઈ દલવાડી વિરમગામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી, રોગી કલ્યાણ સમિતિ (મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ, વિરમગામ) તથા ધ ટાઉન ક્લબ ઓફ વિરમગામ સહિતની સંસ્થાઓ સાથે જોડાઈને સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન આપી રહ્યા છે. ઉપરાંત તેઓ શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર, ધર્માદા ટ્રસ્ટ સાથે પણ જોડાયેલા છે.કોરોના મહામારી દરમિયાન નોંધપાત્ર સેવા કોરોના (COVID-19) મહામારીના કપરા સમયમાં નગીનભાઈ દલવાડીએ સમાજહિત માટે નોંધપાત્ર કામગીરી કરી હતી. કોરોના સંક્રમણને રોકવા માટેના પ્રયાસોમાં સહયોગ આપવા બદલ વિરમગામના મામલતદાર તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા તેમને સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. સન્માનપત્રમાં તેમની ફરજભાવના અને સેવાભાવની પ્રશંસા કરી ભવિષ્યમાં પણ સમાજસેવામાં સતત યોગદાન આપવાની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
વિરમગામ ટાઉન પોલીસ તરફથી પણ સન્માન
વીરમગામ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા પણ નગીનભાઈ દલવાડીને પોલીસ મિત્ર તરીકેની સહાય, વિવિધ કાર્યક્રમોમાં હાજરી, સહકાર અને જનસેવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા જણાવાયું હતું કે તેમની સહયોગી કામગીરીના કારણે પોલીસ તંત્ર અને સમાજ વચ્ચેના વિશ્વાસ તથા સંબંધો વધુ મજબૂત બન્યા છે. સામાજિક સુરક્ષા, જાગૃતિ અને જનસેવામાં તેમના યોગદાનને પણ પોલીસ વિભાગે પ્રશંસનીય ગણાવ્યું હતું.બાળિકાઓના કલ્યાણ માટે પણ સેવાભાવ
ધ ટાઉન ક્લબ ઓફ વિરમગામ દ્વારા આપવામાં આવેલા આભાર વંદના પત્રમાં પણ નગીનભાઈ દલવાડીના સેવાકીય સહયોગની પ્રશંસા કરવામાં આવી છે. બાળિકાઓના હિતમાં યોજાયેલા કાર્યક્રમમાં દાતાશ્રીઓના સહયોગથી કરવામાં આવેલી સેવાકીય કામગીરી બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. નિર્દોષ બાળકોના આનંદ માટે કરવામાં આવતા આવા કાર્યોમાં સહયોગ આપવા બદલ તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
નગીનભાઈ દલવાડીની વિવિધ ક્ષેત્રે કરવામાં આવતી સેવાકીય કામગીરીને લઈને શહેરના આગેવાનો, પોલીસ તંત્ર તથા સામાજિક સંસ્થાઓ દ્વારા તેમની કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે. સમાજસેવા, પોલીસ તંત્રને સહયોગ, આપત્તિના સમયમાં મદદ અને જરૂરિયાતમંદો માટેની સેવાઓ દ્વારા તેઓ વિરમગામમાં સેવાભાવનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
રિપોર્ટર
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App