🔥 TRENDING Delhi Government Invokes ESMA to Ban B... India cautions US on growing closeness... Mamata Banerjee heads to Delhi for IND... India's LoL team, captained by Akshaj... CISF Camp Shooting Raises Tension Conc... INDIA Bloc to Convene Today on Plan to...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલીને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે  નગરપાલિકા દ્વારા ૧૦૦ દિવસનું વિશેષ સફાઈ અભિયાન

અમરેલીને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે નગરપાલિકા દ્વારા ૧૦૦ દિવસનું વિશેષ સફાઈ અભિયાન

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 08 Sep 2026, 09:04 AM 👁 47
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે નગરપાલિકા દ્વારા ૧૦૦ દિવસનું વિશેષ સફાઈ અભિયાન

પાલિકા દ્વારા ૫૦ સફાઈ કામદારો અને રોડ સ્વીપર મશીન દ્વારા સઘન સફાઈ ઝુંબેશ શરૂ

અમરેલી, તા. ૦૭ સપ્ટેમ્બર, ૨૦૨૬
પ્રાદેશિક કમિશનરશ્રી, નગરપાલિકાઓ, ભાવનગર ઝોન હેઠળની અમરેલી નગરપાલિકા દ્વારા ‘૧૦૦ દિવસ સફાઈ કેમ્પેન’ અંતર્ગત શહેરમાં સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ જળવાઈ રહે તે માટે દૈનિક ધોરણે સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના માર્ગદર્શન હેઠળ Cleanliness Target Unit (CTU) તથા Visible Cleanlinessના લક્ષ્યાંકો સિદ્ધ કરવા
નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને વધુ અવરજવર ધરાવતા વ્યાપારી તથા બજાર વિસ્તારોમાં દિવસ દરમિયાન પણ સતત સફાઈ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે, જેથી જાહેર સ્થળોએ કચરો એકત્રિત ન થાય.

આ અભિયાન અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો, બજાર વિસ્તારો તથા જાહેર સ્થળોની સફાઈ માટે આશરે ૫૦ જેટલા સફાઈ કર્મચારીઓ તથા રોડ સ્વીપર મશીનની મદદ લેવામાં આવી રહી છે. એકત્રિત કચરાનો યોગ્ય રીતે નિકાલ થાય તે માટે પણ જરૂરી કામગીરી હાથ ધરવામાં આવે છે.

નગરપાલિકા તંત્ર દ્વારા Visible Cleanliness પર વિશેષ ભાર મૂકીને સફાઈ કામગીરીનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે. કચરો એકત્ર થવાની સંભાવના ધરાવતા સ્થળોએ સમયસર સફાઈ કામગીરી હાથ ધરી શહેરની સ્વચ્છતા જાળવવામાં આવી રહી છે.

‘૧૦૦ દિવસ કેમ્પેન’ને સફળ બનાવવા નગરપાલિકા દ્વારા નગરજનોને જાહેર સ્થળોએ કચરો ન ફેંકી, નિયત સ્થળે જ કચરો આપવા તેમજ અમરેલી શહેરને સ્વચ્છ, સુંદર અને આરોગ્યપ્રદ બનાવવાની કામગીરીમાં નગરપાલિકાને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
📲Get App