🔥 ट्रेंडिंग 'ब्रैम्पटन चोरी' के लिए खोज में बढ़ोतर... अंतिम क्षण में सौदे से बचा भारत का 3-द... 28-30 सितंबर के बैंक बंदी पर अपडेट: बै... परवेश वर्मा पर थप्पड़ के मामले में शिक... मंदार हिल में तीन गिरफ्तार, दो किशोर ह... भारत के एलपीयू में कथित यौन उत्पीड़न प...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા આરટીઓ કચેરીની મુલાકાત અને કામગીરીનું નિરીક્ષણ..
स्थानीय

મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા આરટીઓ કચેરીની મુલાકાત અને કામગીરીનું નિરીક્ષણ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 08 सित. 2026, 09:00 PM 👁 53
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરે 5 સપ્ટેમ્બર રોજ આરટીઓ કચેરીમાં કાચા લાયસન્સ, એ.આઈ.બેઈઝ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક અને અરજદારોની સેવાઓ સહિત વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું.

મોરબી, 5 સપ્ટેમ્બર: મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરે આ દિવસે આરટીઓ કચેરીની મુલાકાત લઈને કચેરીમાં ચાલી રહેલી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું.

મુલાકાત દરમિયાન કાચા લાયસન્સની પ્રક્રિયા, કચેરીની મહેકમ અને રોજબરોજની કામગીરી તેમજ એ.આઈ.બેઈઝ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરીનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

આરટીઓ અધિકારી તપન મકવાણા અને ઉપસ્થિત કર્મચારીઓ સાથે કચેરીની દૈનિક કામગીરી અંગે ચર્ચા કરી, અરજદારોને સરકારી સેવાઓની ઝડપ અને સરળતા માટે ખાસ સૂચનો આપવામાં આવ્યા.

ઓનલાઈન અરજીઓમાં કોઈ અડચણ આવે તો યોગ્ય માર્ગદર્શન અને સહાય પૂરી પાડવા, તેમજ કચેરીના કમ્પાઉન્ડમાં નિયમિત સફાઈ જાળવવા માટે પણ જરૂરી પગલાં લેવામાં આવ્યા.
📲Get App