🔥 TRENDING Delhi Government Invokes ESMA to Ban B... India cautions US on growing closeness... Mamata Banerjee heads to Delhi for IND... India's LoL team, captained by Akshaj... CISF Camp Shooting Raises Tension Conc... INDIA Bloc to Convene Today on Plan to...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી જિલ્લામાં ટ્રાન્સમિશન લાઈનથી અસરગ્રસ્ત જમીનના મૂલ્યાંકન માટે માર્કેટ રેટ કમિટીની રચના થશે

અમરેલી જિલ્લામાં ટ્રાન્સમિશન લાઈનથી અસરગ્રસ્ત જમીનના મૂલ્યાંકન માટે માર્કેટ રેટ કમિટીની રચના થશે

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 08 Sep 2026, 09:22 AM 👁 51
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લામાં ટ્રાન્સમિશન લાઈનથી અસરગ્રસ્ત જમીનના મૂલ્યાંકન માટે માર્કેટ રેટ કમિટીની રચના થશે

જમીનના મૂલ્યાંકન માટે મૂલ્યાંકનકારોની સમિતીમાં જોડાવા માટે અરજીઓ મંગાવાઈ

જિલ્લા કક્ષાએ ગામદીઠ માર્કેટ રેટ કમિટીમાં જોડાવા માટે ૧૦ સપ્ટેમ્બર સુધી અરજી કરવા અનુરોધ

અમરેલી, તા. ૦૭ સપ્ટેમ્બર, ૨૦૨૬
અમરેલી જિલ્લામાં ટ્રાન્સમિશન લાઈનથી અસરગ્રસ્ત જમીનના મૂલ્યાંકન માટે માર્કેટ રેટ કમિટીની રચના થશે. ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના પરિપત્ર અન્વયે અમરેલી જિલ્લામાં પસાર થતી વિવિધ ટ્રાન્સમિશન લાઈનો હેઠળ જમીનનું મૂલ્યાંકન કરવા માટે અમરેલી જિલ્લામાંથી પસાર થતી વિવિધ ટ્રાન્સમીશન લાઇન અંતર્ગત ટ્રાન્સમીશન લાઇનો નાખતી વખતે રાઈટ ઓફ વે (RoW) કોરિડોર અને ટાવરબેઝ આધારિત જમીન મૂલ્યાંકન ડિસ્ટ્રીક્ટ માર્કેટ રેટ કમિટીમાં જરૂરી પદ્ધતિઓ દ્વારા રાજ્યના ઈન્સોલવન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા- IBBI દ્વારા માન્યતા પ્રાપ્ત જમીન મૂલ્યાંકનકાર દ્વારા જ જમીનનું મૂલ્યાંકન કરવા માટે જરૂરી જોગવાઈ કરવામાં આવી છે.

જેના અંતર્ગત અમરેલી જિલ્લામાં જિલ્લા કક્ષાએ માર્કેટ રેટ કમિટીમાં ગામદીઠ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા એક (૦૧) , જમીન માલિકોના પ્રતિનિધિ દ્વારા એક (૦૧), ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડરો દ્વારા એક (૦૧) એક એમ કુલ મળી-૦૩ ગામદીઠ મૂલ્યાંકનકારોની નિમણૂક કરવામાં આવનાર છે.

આ સમિતિ દ્વારા ટ્રાન્સમિશન લાઈન હેઠળના RoW કોરિડોર તથા ટાવર આધારિત જમીન નુકસાનના વળતર બાબતે જમીનનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવશે. આ પ્રક્રિયા માટે અમરેલી જિલ્લાના વિવિધ ટ્રાન્સમિશન લાઈનથી અસરગ્રસ્ત જમીન માલિકોના પ્રતિનિધિ તરીકે જોડાવા ઇચ્છુક અરજદારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

ઇચ્છુક અરજદારોએ પોતાનું નામ, સરનામું, સંપર્ક નંબર તથા અન્ય જરૂરી વિગતો સાથેની અરજી તા. ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં જિલ્લા કલેક્ટર કચેરી, જમીન શાખા ખાતે મોકલી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. અરજી સાથે સંબંધિત જરૂરી વિગતો રજૂ કરવાની રહેશે, તેમ જિલ્લા કલેક્ટરશ્રીએ અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.
📲Get App