🔥 ट्रेंडिंग धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... रघुबीर यादव ने कहा, ‘पंचायत’ फ़िल्म सफ... पारिनीति चोपड़ा ने खुलासा किया माँ के... सुषांत सिंह राजपूत की बहन ने दावा किया...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરમાં મોતીપુર‑ખેડતશિયા રોડ વિકાસ માટે અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક..
स्थानीय

હિંમતનગરમાં મોતીપુર‑ખેડતશિયા રોડ વિકાસ માટે અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 08 सित. 2026, 10:30 PM 👁 46
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરમાં યોજાયેલી બેઠકમાં મોતીપુરથી ખેડતશિયા માર્ગના આઇકોનિક રોડ અને રાજ્યની સી.સી. રોડની પ્રગતિ પર ચર્ચા થઈ અને કાર્ય ઝડપથી પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું.

સાબરકાંઠામાં-:
આજ રોજ હિંમતનગર મુકામે મોતીપુરથી ખેડતસીયા તરફના માર્ગના વિકાસકાર્ય અંગે સંબંધિત અધિકારીઓ તથા એજન્સીના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં નગરપાલિકા દ્વારા કરવામાં આવનાર આઇકોનિક રોડ અને રાજ્ય સરકારના માર્ગ‑મકાન વિભાગ દ્વારા નિર્મિત સી.સી. રોડની કામગીરી વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી.

મોતીપુર‑ખેડતશિયા રોડ પર નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલ આઇકોનિક રોડનું કામ તેમજ રાજ્યની સી.સી.રોડની પ્રગતિ માટે આયોજન, સંકલન અને સમયપત્રક અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી. પ્રજાની સુખાકારીને પ્રાથમિકતા આપીને માર્ગ વિકાસમાં કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય એ માટે અધિકારીઓને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું.

બેઠકમાં કાર્યપાલક ઈજનેર આર.ડી. ધ્રુવ,માર્ગ‑મકાન ડેપ્યુટી ઈજનેર હેમંતભાઈ પરમાર, ઈજનેર નિર્મલ ચૌધરી, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, કારોબારી અધ્યક્ષ રાહુલભાઈ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન અમૃતભાઈ પુરોહિત,ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવી અને અન્ય સંબંધિત એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.
📲Get App