રાજુલાના ખારી ગામના વીર જવાન કિરીટભારતી ગોસ્વામીને ભાવપૂર્ણ વીરાંજલિ
મામલતદાર કલેક્ટર તેમજ પોલીસ સ્ટાફ હાજર રહેલ
🇮🇳 રાજુલાના ખારી ગામના વીર જવાન કિરીટભારતી ગોસ્વામીને ભાવપૂર્ણ વીરાંજલિ
રાજુલા: રાજુલા તાલુકાના ખારી ગામના વીર શહીદ જવાન શ્રી કિરીટભારતી શ્યામભારથી ગોસ્વામી વીરગતિ પામતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી હતી. માતૃભૂમિની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર જવાનને આજે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
રાજુલાના ધારાસભ્યના પ્રતિનિધિ તરીકે ભાવેશભાઈ સોલંકીએ શહીદ જવાનને ભાવપૂર્ણ વીરાંજલિ અર્પણ કરી હતી તેમજ તેમના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી. મળતી માહિતી મુજબ શહીદ કિરીટભારતી ગોસ્વામી છેલ્લા ત્રણ વર્ષથી પંજાબ ખાતે આર્મીમાં ફરજ બજાવી રહ્યા હતા.
શહીદ જવાનની અંતિમયાત્રામાં ખારી ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ ગ્રામજનોએ વીર જવાનને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પ્રસંગે પ્રાંત કલેક્ટર અક્ષર વ્યાસ સહિત રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર કોલાદરા તેમજ અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણ "વીર શહીદ અમર રહો" અને "ભારત માતા કી જય"ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
માતૃભૂમિની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહીદ કિરીટભારતી ગોસ્વામીની શહાદતને સમગ્ર રાજુલા વિસ્તાર વતી શત શત નમન. 🇮🇳🙏