Crime
હિંમતનગર ન્યાયમંદિર રોડ પર પોલીસ જીપની અડફેટે વ્યક્તિને ગંભીર ઈજા
8 સપ્ટેમ્બર રાત્રે હિંમતનગર ન્યાયમંદિર રોડ પર પોલીસ જીપ દ્વારા અડફેટમાં પીડિતને ગંભીર ઈજા થઈ,તાત્કાલિક તપાસ અને ફરિયાદ દાખલ કરવામાં આવી..
સાબરકાંઠામાં-:
8 સપ્ટેમ્બર રાત્રે આશરે 8 વાગ્યાના સમયાએ હિંમતનગર ન્યાયમંદિર રોડ પર રોડ ક્રોસ કરી રહેલા એક વ્યક્તિને પોલીસ જીપ અડફેટે લીધા બાદ ગંભીર ઈજાઓ પહોંચી. ઘટના સ્થળે તાત્કાલિક LCB પી.આઈ.ધવલ સાકરીયા પહોંચ્યા અને ભીડને કાબૂમાં લઈ પરિસ્થિતિને શાંત કરી..
પી.આઈ. ધવલ સાકરીયાએ બી ડિવિઝન પોલીસના પી.આઈ ડી.એન.વસાવા જવાબદાર ડ્રાઈવર સામે નિયમ મુજબ ફરિયાદ દાખલ કરવાની કડક સૂચના આપી, જેથી કાયદેસરની કાર્યવાહી થઈ શકે.આ પગલું પોતાની જ ટીમના કર્મચારી સામે પણ નિયમિત કાર્યવાહી કરવા માટેનું મહત્વપૂર્ણ ઉદાહરણ છે..
ઇજાગ્રસ્ત વ્યક્તિનું નામ રમેશભાઈ હરલાજી વણઝારા છે,જેનું નિવાસ સ્થાન વણઝારાવાસ,ન્યાયમંદિરની બાજુમાં,હિંમતનગર છે.અકસ્માત પછી 108 દ્વારા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું જાણવામાં આવ્યું..
સામાન્ય જનતા અને અધિકારીઓની અપેક્ષા છે કે પીડિતને વહેલી તકે યોગ્ય સારવાર મળે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય,જેથી કાયદો અને જવાબદારીનું પાલન સુનિશ્ચિત થઈ શકે..