🔥 TRENDING Chumbak Part 2 OTT Release Date Announ... Resident Evil Sees 61.64% Drop on Day... Mirzapur – The Movie Surges 91.18% on... ਐਮ-ਸੇਵਾ ਪੋਰਟਲ ਦੀ ਸਮੱਸਿਆ ਕਾਰਨ ਐਨਓਸੀ ਤੇ... Haryana Slaps Crores in Pollution Fine... Haryana Power Engineers Voice Concern...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગારીયાધાર તાલુકામાં નીલગાયનો આતંક, ખેડૂતો પરેશાન

ગારીયાધાર તાલુકામાં નીલગાયનો આતંક, ખેડૂતો પરેશાન

✍️ Reporter: Makvana Jaydip 🗓 08 Sep 2026, 12:40 PM 👁 36
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગારીયાધાર: તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી નીલગાય (રોજ)ના વધતા ઉપદ્રવથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. નીલગાયના ટોળાં ખેતરોમાં ઘૂસી પાકને નુકસાન પહોંચાડતા ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે ખેતરમાં નીલગાયના ટોળાં ઘૂસી આવતા પાકનું રક્ષણ કરવું મુશ્કેલ બની રહ્યું છે. ખેડૂતો દ્વારા સંબંધિત તંત્ર અને વન વિભાગ સમક્ષ રજૂઆત કરી નીલગાયના ઉપદ્રવને નિયંત્રિત કરવા યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
ખેડૂતોની માંગ છે કે તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી પાકને થયેલા નુકસાન અંગે સર્વે કરવામાં આવે અને જરૂરી માર્ગદર્શન તથા સહાય આપવામાં આવે.
📲Get App