🔥 TRENDING Authorities urge safety and hygiene im... Sardesai threatens protest over hospit... Club officials meet Jamil, pledge supp... Main shooter in Parol Sarpanch murder... RIMS conducts tree‑planting drive and... 128 People Killed on Maharashtra’s Sam...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંતલપુર ગામે આજે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવાર નિમિત્તે ભગવાન ભોળાનાથની ભક્તિ અને આસ્થાભર્યો માહોલ જોવા મળ્યો હતો. ગામમાં ભગવાન શિવની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગામના ભક્તજનો ઉપસ્થિત

સાંતલપુર ગામે આજે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવાર નિમિત્તે ભગવાન ભોળાનાથની ભક્તિ અને આસ્થાભર્યો માહોલ જોવા મળ્યો હતો. ગામમાં ભગવાન શિવની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગામના ભક્તજનો ઉપસ્થિત

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 07 Sep 2026, 09:47 PM 👁 36
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુર ગામે આજે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવાર નિમિત્તે ભગવાન ભોળાનાથની ભક્તિ અને આસ્થાભર્યો માહોલ જોવા મળ્યો હતો. ગામમાં ભગવાન શિવની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગામના ભક્તજનો ઉપસ્થિત રહી ભગવાન ભોળાનાથના દર્શન અને આરતીનો લાભ લીધો હતો.
આ પ્રસંગે આચાર્ય શ્રી સુરેશ મહારાજના મુખેથી શ્રાવણ માસ તથા ભગવાન શિવના મહિમાનું સુંદર વર્ણન કરવામાં આવ્યું હતું. ભગવાન શિવની મહિમા, શ્રાવણ માસનું ધાર્મિક મહત્વ અને ભક્તિભાવ વિશેના પ્રવચનથી ઉપસ્થિત ભક્તો ભાવવિભોર બન્યા હતા.
શ્રાવણ માસના ચારેય સોમવારે સાંતલપુર ગામમાં ભગવાન શિવની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક સોમવારે ભક્તો દ્વારા પ્રસાદનું આયોજન કરવામાં આવતું હતું, જેમાં દાતાશ્રીઓનો પણ સુંદર સહયોગ મળ્યો હતો.
આ સમગ્ર ધાર્મિક આયોજનને સફળ બનાવવા ગામના યુવાનો દ્વારા ઉત્સાહપૂર્વક સાથ અને સહયોગ આપવામાં આવ્યો હતો. યુવાનોની સેવા, વ્યવસ્થા અને ભક્તિભાવના કારણે સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.
શ્રાવણ માસ ભગવાન શિવની આરાધના અને ભક્તિ માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. માન્યતા મુજબ શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા, જળાભિષેક, બિલ્વપત્ર અર્પણ અને મહાઆરતી કરવાથી ભક્તના મનમાં શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો સંચાર થાય છે. ખાસ કરીને સોમવાર ભગવાન શિવને સમર્પિત હોવાથી આ દિવસે શિવભક્તિનું વિશેષ મહત્વ રહેલું છે.
અંતિમ સોમવારની મહાઆરતી દરમિયાન ‘હર હર મહાદેવ’ના જયઘોષથી સમગ્ર સાંતલપુરનું વાતાવરણ શિવમય બની ગયું હતું. ભક્તોએ ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી સૌના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે આશીર્વાદની કામના કરી હતી.
📲Get App